For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીએસ કેડરના અધિકારી મનોજ પૂજારાનો ફાંસો ખાઇ આપઘાત

05:04 PM Sep 04, 2025 IST | Bhumika
જીએસ કેડરના અધિકારી મનોજ પૂજારાનો ફાંસો ખાઇ આપઘાત

ગાંધીનગર સચિવાલયમાં જીએસએ કેડરના અધિકારી મનોજકુમાર પોપટલાલ પુજારાએ વસ્ત્રાપુર સ્થિત સરકારી કોલોનીમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ આ મકાનમાં એકલા જ રહેતા હતા. ડ્રાઈવરનો ફોન ન ઉપાડતા શંકા ગઈ અને ત્યારબાદ આ આત્મઘાતી પગલાની જાણ થઈ.

Advertisement

મળતી માહિતી મુજબ, ડ્રાઈવર રોજની જેમ સવારે તેમને ફોન કરી રહ્યો હતો, પરંતુ ફોનનો કોઈ જવાબ ન મળતા તેને ચિંતા થઈ. ડ્રાઈવર તાત્કાલિક તેમના વસ્ત્રાપુર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો. અંદરથી કોઈ જવાબ ન મળતા તેણે બારીમાંથી જોયું તો મનોજકુમાર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલા જોવા મળ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક શબનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement