માર્કેટ યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણીની આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ તા. 05/12 ના રોજ વાહનોની આવક વહેલી સવારથી ચાલુ થઇ ગઇ હતી. જેમાં મગફળીના ભરેલા વાહનોની 8 કિલો મીટર સુધીની લાઈનો જોવા મળી હતી. અંદાજે 850 થી વધુ વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી મગફળીની ઉતરાઈ કરાવવામાં આવી હતી. જેમાં મગફળીની અંદાજે આવક 90,000 થી 1,00,000 ગુણીની આવક થઇ હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક ફરી શરૂૂ થઇ છે. યાર્ડમાં કપાસ અને મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યાં હતા. યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા, સુકી ડુંગળી, લસણ, મગ અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં જીણી અને જાડી મગફળીની આવક વધુ થઈ રહી છે. ખેડૂતોને રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પોતાની ખેત પેદસનો સારો ભાવ મળતા ખેડૂતો પોતાનો માલ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઠાલવી રહ્યાં છે.