For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મગફળી, અડદ અને સોયાબીનની લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

03:33 PM Sep 30, 2024 IST | Bhumika
મગફળી  અડદ અને સોયાબીનની લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
Advertisement

નવરાત્રીથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ, નાફેડ 90 દિવસ સુધી 150 કેન્દ્રોમા ખરીદી કરશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, હવે તેના માટે ખેડૂતો આગામી 3થી 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને હવે આ પાકોની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે અને તેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ 3 ઓક્ટોબરથી શરૂૂ થશે અને લાભ પાંચમના પછીના દિવસેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. આ ખરીદી 90 દિવસ સુધી ચાલશે અને ટેકાના ભાવે પાકનું વેચાણ કરવા માટે ખેડૂતોએ નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ 150થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદીની પ્રક્રિયા થશે.

ત્યારે હાલમાં બીજી તરફ રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની મોટા પ્રમાણમાં આવક શરૂૂ થઈ છે. જો કે ગત વર્ષ કરતાં મગફળીના ભાવ 100થી 150 રૂૂપિયા ઓછા ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષ કરતાં વધુ ઉત્પાદનના અંદાજને લઈને ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1000 રૂૂપિયાથી લઈને 1400 રૂૂપિયા એક મણના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે ખેડૂતોને 1100થી 1500 રૂૂપિયા ભાવ મગફળીનો મળતો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં કપાસ કરતા મગફળીનું વાવેતર વધુ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં સારા ઉત્પાદનના પગલે ખેડૂતોને ઓછા ભાવે પણ મગફળી વેચવાની ફરજ પડી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement