ગોંડલ તાલુકામાં મગફળી ખરીદ કેન્દ્રો બંધ, મામલતદારને આવેદન
ગુજકો દ્વારા ગોંડલ નાં બીલીયાળા,કોલીથડ,જામવાડી અને તાલુકા સંઘ માં હાલ ટેકાનાં ભાવે મગફળીની ખરીદી થઇ રહીછે.અને ખેડુતો વેચાણ કરી રહ્યા છે.ત્યારે અચાનક આ ચારેય ગામનાં કેન્દ્રો દ્વારા ખરીદી બંધ કરાઇ છે.અને સોમવારનાં કેન્દ્રનાં પ્રતિનિધિઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાશે.આવું થવાનુ કારણ બે દિવસ પહેલા બિલીયાળા કેન્દ્ર પર આપ નાં નેતા જિગીશા પટેલ દ્વારા કરાયેલી દખલખીરી કારણભૂત ગણાઇ રહી છે.
બે દિવસ પહેલા બિલીયાળા ખાતે ટેકા નાં ભાવે મગફળી ખરીદ કેન્દ્ર માં પંહોચેલા જિગીશા પટેલે મગફળીનાં જોખમાં ગોલમાલ થઇ રહ્યાનો આક્ષેપ કરી આ અંગે વિડીયો વાયરલ કર્યો હતો.દરમ્યાન મોવિયાનાં વિમલભાઈ સોરઠીયા એ રજુઆત કરવા જતા સાતથી આઠ લોકોએ માર માર્યાની ફરિયાદ સાથે સારવાર માટે હોસ્પિટલ માં દાખલ થયા હતા.વિમલભાઇ નું કહેવું હતુ કે અમે જોખ માં અન્યાય થઇ રહ્યો હોય રજુઆત કરવા જતા મારો મોબાઇલ જુટવી લઈ મારી ઉપર હુમલો કર્યો હતો.
બીજી બાજુ બિલીયાળા કેન્દ્ર નાં પ્રતિનિધિ દિપકભાઈ ઉર્ફ લાલાભાઇ રૂૂપારેલીયાએ એવુ જણાવ્યું કે બિલીયાળા કેન્દ્ર પર મગફળીની ખરીદી શાંતિ પુર્વક થઇ રહી હતી.આ સમયે મોવિયા નાં વિમલભાઇ એ પ્રથમ નજીકની હોટલ પાસે થી રેકી કરી જિગીશા પટેલને ફોન કરી બોલાવ્યાં હતા.જ્યા જિગીશા પટેલે ખોટી રીતે દખલગીરી કરી વાતાવરણ બગાડ્યું હતું. અને વિડીયો ઉતાર્યા હતાં.અન્ય કોઈ ખેડુતોને કોઈ સમસ્યા હતી નહી. માત્ર જિગીશા પટેલે જ ખેડુતો પાસે સસ્તી લોકપ્રિયતા મેળવવા હોબાળો કર્યો હતો.
જિગિશા પટેલનાં ચુંટણી લક્ષી સ્ટંટનાં વિરોધમાં ગોંડલનાં બિલીયાળા,કોલીથડ, જામવાડી અને તાલુકા સંઘનાં ખરીદ કેન્દ્રો બંધ કરાયા છે.અને જિગીશા પટેલની વારંવાર ની દાદાગીરી સામે આવતીકાલ સોમવારનાં મામલતદાર ને આવેદનપત્ર અપાશે.વિમલભાઇ સોરઠીયાને માર મારવાની ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
