મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી, તા.1થી નોંધણી શરૂ
રાજ્ય સરકાર ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. ટેકાના વેચાણ કરવા માંગતા ખેડૂતો આગામી 1 થી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂૂપે અત્યારથી જ નોંધણી શરૂૂ કરાઇ છે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સીઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે.
ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 8.53 લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી 16,223 કરોડથી વધુના મૂલ્યના કુલ 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
ઉલ્લખનીય છે કે, રાજ્યમાં પાક વાવેતર શરુ થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વિવિધ જણસનું વાવેતર કરી શકે છે. ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે 7263 રૂૂપિયા પ્રતિ ક્વિન્ટલ (1452 રૂૂપિયા પ્રતિ મણ), મગ માટે રૂૂ. 8768 પ્રતિ ક્વિન્ટલ (રૂૂ. 1753 પ્રતિ મણ), અડદ માટે 7800 પ્રતિ ક્વિન્ટલ (રૂૂ. 1560 પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂૂ. 5328 પ્રતિ ક્વિન્ટલ (રૂૂ. 1065 પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.