ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરના તક્ષશીલા સંકુલમાં સોમવારે પરશુરામ ધામનું ભૂમિપૂજન, બ્રહ્મચોર્યાસી

12:36 PM May 03, 2025 IST | Bhumika
oplus_2097152
Advertisement

ભગવાન ગુરુ દત્તાત્રેયજી અને આદ્ય શંકરાચાર્યજીના મંદિરનું પણ થશે નિર્માણ: બ્રહ્મસમાજના આગેવાનો સાધુ-સંતો તેમજ વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો રહેશે ઉપસ્થિત

Advertisement

બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ તક્ષશીલા પરશુરામધામ પરિવારના બ્રહ્મચારી નારાયણનંદજી ગુણવંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, રવિભાઈ ત્રિપાઠી સહિતના આગેવાનોની એક યાદીમાં જણાવાયું છે કે શારદાપીઠ દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય મહારાજ દ્વારા જામનગર ખાતે તક્ષશીલા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનની અનેક વિવીધ પ્રવુતિઓ હાથ ધરવામાં આવેલ છે ત્યારે તક્ષશીલા સંકુલમાં ભગવાન વિષ્ણુના છઠા અવતાર જગતના આરાધ્ય દેવ અને બ્રામણના ઇસ્ટ દેવ એવા ભગવાનશ્રી પરશુરામજીના મંદિરનું ભૂમિ પૂજન આગામી તારીખ 05-05 ને સોમવારના રોજ સવારે 9:30 કલાકે છોટી કાશી ગણાતા જામનગર ના દરેડ લાલપુર રોડ ખાતે તક્ષશીલા સંકુલમાં સાધુસંતો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો અને સૌરાષ્ટ્ર ભરમાંથી ભૂદેવોની મોટી સંખ્યામાં બ્રમચોર્યાશી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ તક્ષશીલા સંકુલની વિશાળ જગ્યામાં પરશુરામધામ સાથે ભગવાન ગુરુ દતાત્રેયજી, આદય શંકરાચાર્યજીનું મંદિર પણ નિર્માણ થશે આવા ત્રિવેણી સંગમ કાર્યક્રમનો પ્રારંભ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ સ્વામી સદાનંદસરસ્વતીના પાવન કરકમલોથી કરવામાં આવશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ પરશુરામ ધામ 6000 ફૂટની જગ્યામાં અને 65 ફૂટ ઊંચાઈની શિખરે રહેશે. તેમજ આ પરિસરમાં જગતગુરુ શંકરાચાર્યના આશ્રમમાં ઓડિટોરિયમનું નિર્માણ પણ કરવામાં આવશે. તેમજ તબક્કા વાર હોસ્પિટલ, ક્ધયા છાત્રાલય, આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતો ને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ આ ભૂમિપૂજનમાં મધ્યપ્રદેશ ખાતે ભગવાનશ્રી પરશુરામ ભગવાનની જન્મ ભૂમિની રજ પધરાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના સંતો એવા સર્વશ્રી મુક્તાનંદ બાપુ. અવધેશદાસજી મહારાજ, મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી, ભગવાનદાસ બાપુ, કૃષ્ણમણીદાસ, સીતારામ બાપુ, દેવપ્રસાદજી મહારાજ, વિશાલબાપુ વિજયભાઈ જોષી તેમજ રાજકીય આગેવાનોમાં રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂૂપાણી, મુળુભાઇ બેરા, પૂનમબેન માડમ, પરસોતમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરિયા, રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, પબુભા માણેક, અનિકેતભાઈ ઠાકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેઘજીભાઈ ચાવડા, સેજલબેન પંડ્યા, અનિલભાઈ મહેતા, અર્જુનભાઈ મોઢવાડિયા, હેમંતભાઈ ખવા, વિજયભાઈ બુજડ, નીતિનભાઈ ભારદ્વાજ, અમિતભાઈ ઠાકર, ઉદયભાઈ કાનગડ, વિજયભાઈ સાતા, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂૂ, સુરેન્દ્રભાઈ વ્યાસ, સુભાષભાઈ જોશી, અર્ચનાબેન ઠાકર, શિવસાગરભાઈ શર્મા, હિમાંશુભાઈ જોશી, પ્રફુલભાઈ વાસુ, જીતુભાઈ લાલ, ડો. વિનોદભાઈ ભંડેરી, આશિષભાઈ જોશી, ધરમભાઈ જોશી, નેહલભાઈ શુકલ, કુસુમબેન પંડ્યા, અલ્પેશભાઈ જોશી, વ્રજલાલભાઈ પાઠક, ઋચિતાબેન જોશી. મઇબેન ગરચર, બીનાબેન આચાર્ય, ડિમ્પલબેન રાવલ, ફાલ્ગુનીબેન વ્યાસ, માધવભાઈ દવે, બીપેન્દ્રસિંહ જાડેજા, ચિરાગભાઈ યાદવ, અલ્પાબેન દવે, વિનોદભાઈ ખીમસુરીયા, હિતેનભાઈ ભટ, તૃપ્તિબેન ખેતિયા, અશોકભાઈ નંદા, ગીરીશભાઈ અમેઠીયા, દિલીપભાઈ ભારદીયા, બાબુભાઈ તાળા, સચીનભાઈ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

અંતમાં ઉપરોક્ત બ્રમ અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ તક્ષશીલા પરશુરામધામ નિર્માણકાર્યમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી, ગુણવંતભાઈ ભટ્ટ, બિપીનભાઈ પૂંજાણી, નારાયણનંદજી, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, પી.સી.ખેતીયા, જયદેવભાઈ ભટ્ટ સહિતના આગેવાન ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ તક્ષશીલા માર્ગદર્શન હેઠળ તક્ષશીલા કેમ્પસમાં ભવિષ્યમાં દીકરીઓ માટે હોસ્ટેલ, રમત ગમત સંકુલ, સાધુસંતો માટે અતિથિ ગૃહ, નૈસર્ગિક પર્યાવરણ સુશોભન, વ્યવસાઇક તાલીમ ભવન, હોસ્પિટલ, કોલેજ, એમ.ફી.થિયેટરનું નિર્માણ કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement