ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વીરપુરમાં જલાબાપાની ધર્મશાળા તરફ જવાના નવા સીસી રોડનું ખાતમુહૂર્ત

01:37 PM Sep 25, 2025 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફ થી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ જોડતો રોડ છે તેમજ તાજેતરમાં જ આ રોડને સ્વ.વેલજીભાઈ સરવૈયા માર્ગ નામ અપાયું છે જે રોડ અતિ બિસમાર તેમજ ખાડા ખબડા અને ડામર ઉખડીને મસ મોટા ખાડાઓ પડી ગયા હતા જેમને લઈને યાત્રાધામના પ્રજાજનો અને દેશ વિદેશથી પૂજ્ય જલા બાપાના દર્શનાર્થે આવતા ભાવિકોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, અનેકવાર આ રોડ રસ્તામાં મુસાફરો તેમજ યાત્રાળુઓના બાઈકો સ્લીપ થવાના તેમજ અકસ્માતના બનાવો પણ બન્યા છે.

Advertisement

ત્યારે વીરપુરના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ જગદીશભાઈ સરવૈયા તેમજ ગોરધનભાઈ ધામેલીયા રાજકોટ દૂધ ડેરીના ચેરમેન તથા જનકભાઈ ડોબરીયા પૂર્વ આરોગ્ય ચેરમેન તેમજ વિરપુર ગ્રામ પંચાયતના યુવા સરપંચ રમેશભાઈ સરવૈયા તથા વિરપુરના જાગૃત યુવાનો અને ગ્રામવાસીઓએ તંત્રને તેમજ યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાને અવનવાર રજૂઆતો કરતા યુવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ અંગત રસ દાખવીને આ રોડને ડામર માંથી સીસી રોડ કરવા માટે સરકારમાં રજુઆત કરતા સરકાર દ્વારા રૂૂપિયા 1 કરોડ 50 લાખના ખર્ચે સાડા સાત મીટર પહોળા સીસી રોડનું આજે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે ખાત મુર્હુત કરાયું હતું, અશોક ચોક થી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તેમજ રેલવે સ્ટેશન તરફનો નવો સીસી રોડ બનાવવામાં આવતા આ રોડની લંબાઈ 800 મીટર અને પહોળાઈ 7.5 મીટર 150 એમએમ ઉડાઈના સીસી રોડના ખાત મુહૂર્ત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ આજે કર્યું હતું.

જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે વીરપુર એક જગ વિખ્યાત યાત્રાધામ છે જેમને લઈને દેશ વિદેશથી આવતા યાત્રાળુઓને આ રોડ નવો બનવાથી સુવિધાઓ મળી રહેશે અને ગ્રામજનોને પણ આ રસ્તો નવો બનવાથી અગાઉની મુશ્કેલીઓથી મુક્તિ મળશે જેમને લઈને વીરપુર આવતા યાત્રાળુઓ અને ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી.

 

Tags :
gujaratgujarat newsVirpurVirpur news
Advertisement
Next Article
Advertisement