વિરપુરમાં પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારી, જીવંત વીજ વાયર પડતા ખેડૂત દાઝ્યો
મોટા ભાગનાં ફીડરોમા 40 વર્ષથી વાયરો બદલવામાં ન આવ્યા હોવાથી વાયર પડયો હોવાનો આક્ષેપ
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં વારંવાર PGVCL વિભાગની ઘોર બેદકારી સામે આવી રહી છે ત્યારે આ મામલે કોઈ જવાબદાર તંત્ર વાતને ગંભીર રીતે નહીં લેવાને લઈને ખેડૂત ઉપર જીવિત એટલે કે ચાલુ વીજ પ્રવાહનો ઈલેવન કેવી (11 k.v ) વાયર પડવાની ઘટના સામે આવી છે જેમાં ખેડુતને શોક લગતા ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
યાત્રાધામ વીરપુરના મેવાસા રોડ ઉપર આવેલ સિમ વિસ્તારમાં ખેતરમાં ખેડૂત ભીખુભાઇ વઘાસીયા પોતાની વાડીએ વાવેતર કરેલ શાકભાજી ઉતારવાનું કામ કરતા હતા ત્યારે અચાનક ઈલેવન કેવી જીવંત ચાલુ વીજ વાયર ખેડૂત ભીખુભાઇ વઘાસીયા ઉપર પડ્યો હતો ત્યારે આ જીવંત વીજ તાર પડતા જ ખેડૂત ગંભીર રીતે દાઝયા હતા ત્યારે બાજુના થોડે દુર બીજા ખેડૂત રમેશભાઈ સોરઠીયાને અવાજ સંભળાતા તે દોડી આવ્યા હતા અને ત્યાં જોયું તો ખેડૂત ભીખુભાઇ ઉપર વીજ વાયર પડ્યો હતો ત્યારે રમેશભાઈએ પોતાની સુધબુદ્ધ થી બીજા અન્ય ખેડૂતોને બોલાવી તાત્કાલિક વીજ વાયર ખેડૂત ઉપર થી હટાવીને ઈજાગ્રસ્ત ખેડૂત ભીખુભાઇને તાત્કાલિક સારવાર માટે ગોંડલ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા,આ ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનેલા ઈજાગ્રસ્ત ખેડૂત હાલ તો ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે વીરપુર પંથકમાં અનેક વીજ ફિડરોમાં જુના જર્જરીત વિજપોલો અને વીજ વાયરો છે જેમને લઈને ખેડૂતો ઉપર અવારનવાર ચાલુ વીજ પ્રવાહના વાયરો તૂટવાના બનાવો બનતા રહે છે ત્યારે તંત્ર દ્વારા આવા જર્જરીત વાયરો અને વિજપોલો સત્વરે બદલાવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.