For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ સાકાર કરવામાં GRIT મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે

05:19 PM Dec 09, 2025 IST | Bhumika
વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ સાકાર કરવામાં grit મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે

મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને GRITની ગવર્નિંગ બોડીથી બીજી બેઠક સંપન્ન, સ્થાપનાના ટૂંકાગાળામાં અસરકારક કામગીરી

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની બીજી ગવર્નિંગ બોડીના અધ્યક્ષસ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે,GRIT વિકસિત ગુજરાત2047 અને ગુજરાત2035નો રોડ મેપ સાકાર કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,GRIT દ્વારા વિભાગોના અને વિવિધ યોજનાઓના રોજબરોજના કામોના ડેટા ઉપલબ્ધ થઈ ગયા છે. તેના અસરકારક અમલીકરણ અને કામોને વધુ ગતિ આપવા આ ડેટા મહત્વપૂર્ણ બનશે. આના પરિણામે વિકસિત ગુજરાત 2047 ગુજરાત2035 માટે જે વિભાગો પર વધુ ફોકસ કરવાની જરૂૂરિયાત છે. તે જાણીને એ દિશામાં આગળ વધી શકાશે.

Advertisement

વિકસિત ગુજરાત 2047 ના નિર્માણ માટે ભવિષ્યલક્ષી વિકાસ આયોજનમાં થિંક ટેક તરીકે માર્ગદર્શન માટેGRITની રચના કરવામાં આવેલી છે. તેની બીજી ગવર્નિંગ બોડીની બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠક પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂૂમનું લોકાર્પણGRITની કચેરીમાં કર્યું હતું.

આ સ્ટ્રેટેજી રૂૂમમાં વિકસિત ગુજરાત 2047 ના લક્ષ્યોની પ્રાપ્તિ માટેની થઈ રહેલ વિવિધ કામગીરીઓ અને પ્રગતિનું એનાલિસિસ તથા યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન અને કી પરફોર્મન્સ ઇન્ડિકેટર કે.પી.આઇ. ડેટા ટ્રેકિંગ સહિતની બહુવિધ કામગીરી હાથ ધરાશે. મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ સ્ટ્રેટેજી રૂૂમમાં ઉપલબ્ધ ડિજિટલ ડેશ બોર્ડ, લાઇબ્રેરી, પોડકાસ્ટ એરિયા તથા સંશોધન અને વિશ્ર્લેષણની ઉપલબ્ધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રાજ્યના જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એસ્ટીમેટ્સનું વિમોચન પણ કર્યું હતું. આયોજન પ્રભાગે કરેલી આ નવતર પહેલથી હવે, બધા જ ઈન્ડિકેટર્સમાં ઈફેક્ટિવ લોકલ ડેવલપમેન્ટ પ્લાનિંગ તથા ઈન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ માટે પોલિસી મેકર્સને વધુ સરળતા રહેશે.

ૠછઈંઝના સી.ઈ.ઓ. એસ. અપર્ણાએ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારાGRITની રચના, 2025ના વર્ષમાં હાથ ધરાયેલા કામો, વિવિધ આયોજનો - વિકાસ કામોના અસરકારક અમલ માટેના સૂચનો તથા આગામી 2026 ના વર્ષના આયોજન પ્રસ્તુત કર્યા હતા. તેમણે 2047 સુધીમાં રાજ્યની ઇકોનોમીને 4 ટ્રીલીયન ડોલર પહોંચાડવા તથા 280 લાખ નવી રોજગારી સર્જન માટે રિજીયોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનની તૈયારીઓના આયોજનની વિગતો આપી હતી.

આ ઉપરાંત એજ્યુકેશન, ફિશરીઝ, પોસ્ટ હાર્વેસ્ટિંગ મેનેજમેન્ટ, બ્લુ સ્કાય પોલિસી, ગ્રીન મેન્યુફેક્ચરિંગ અને સ્પાટિયલ કોમ્ય્યુટિંગ જેવા વિષયો પર રીવ્યુઝ, પોલીસી પેપર્સ, અભ્યાસ અને વર્કશોપના 19 પ્રકાશનો તથા ટાસ્કફોર્સ કમિટીના 3 અમલીકરણ સમીક્ષા અહેવાલોની ભલામણોના તારણો અને ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ગુજરાત2035 માટે સ્ટેટ એજન્ડા તૈયાર કરવામાં પણ ગ્રીટની ભૂમિકા સહિતની સંપુર્ણ વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રચના થયાના 15 મહિનાના ટૂંકા સમયમાં જGRIT ભવિષ્યલક્ષી થિંક ટેન્ક તરીકે ઉભરી આવ્યું છે તે માટે યુવા અને ઉત્સાહી ટીમની પ્રસંશા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએGRITના આ ડેટાની વિગતોનું ઈન્ટિગ્રેશન કરીને આગામી બજેટ તૈયાર કરવામાં વિભાગો ઉપયોગમાં લઈ શકે તેવો સુજાવ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ફોરવર્ડ લુકિંગ પોલિસી રિસર્ચ, ઈનોવેશન અને ટ્રાન્સફોર્મેશનલ ગવર્નન્સ માટેGRITને વધુ સક્ષમ અને પ્રિમિયર ઈન્સ્ટીટ્યુટ તરીકે પ્રસ્થાપિત કરવાની દર્શાવેલી પ્રતિબદ્ધતાને ગવર્નિંગ બોડીની આ બીજી બેઠકમાં સૌ સભ્યોએ બિરદાવી હતી.

મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, નાણા વિભાગના અગ્ર સચિવ રાજીવ ટોપનો અને મુખ્યમંત્રીશ્રીના સચિવ ડો.વિક્રાંત પાંડે તથા આયોજન સચિવ શ્રીમતિ આદ્રા અગ્રવાલ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement