જામનગરથી અમદાવાદ સુધી બનશે ગ્રીન હાઇડ્રોજન ટ્રક કોરિડોર
અમદાવાદ-વડોદરા-સુરત સહિત દસ હાઇવેનો સમાવેશ, ખાનગી તથા સરકારી બસો માટે નવી ટોલ સિસ્ટમ પણ આવશે: ગડકરીની જાહેરાત
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જામનગર-અમદાવાદ અને અમદાવાદ-વડોદરા-સુરત સહીત દેશના દસ નેશનલ હાઇવે ગ્રીન હાઇડ્રોજન ટ્રક કોરિડોર તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે આ ઉપરાંત નેશનલ હાઇવે પર સરકારી અને ખાનગી બસો માટે નવી ટોલ સિસ્ટમ પણ લાવવાની જાહેરાત કરી છે.
સરકાર દ્વારા શરૂૂ કરવામાં આવેલ નવા વાર્ષિક ટોલ પાસને કાર ચાલકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સરકારે 15 ઓગસ્ટ 2025થી તેનો અમલ શરૂૂ કર્યો છે. એક મહિનાથી ઓછા સમયમાં તેને કાર ચાલકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ પછી હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવે પર ચાલતી સરકારી અને પ્રાઈવેટ બસો માટે નવી ટોલ સિસ્ટમ લાવી રહી છે.
આ ઉપરાંત ગડકરીએ કહ્યું કે, પોલ્યુશન ઘટાડવા માટે જામનગર-અમદાવાદ સહીત 10 નેશનલ હાઈવે પર ગ્રીન હાઇડ્રોજન ટ્રક કોરિડોર બનાવવામાં આવશે. ગડકરીએ બસ અને કાર ઓપરેટર્સ ક્ધફેડરેશન ઓફ ઇન્ડિયા (BOCI ) ના ભારત પ્રવાસ એવોર્ડ સમારોહ (Bharat Prawaas Awards ) મા કહ્યું કે અમે બસ ઓપરેટરો માટે ટોલ પોલિસી બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, 15 ઓગસ્ટ પહેલા પ્રાઈવેટ કાર, જીપ અને વાન માટે 3,000 રૂૂપિયાનો ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂૂ કરવામાં આવ્યો છે. આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ સુધી વેલિડ છે. હવે બસ ઓપરેટરોને પણ સરકાર દ્વારા આવી જ રાહત આપવાનું વિચાર કરવામાં આવી રહ્યો છે.
ગડકરીએ જણાવ્યું કે, પોલ્યુશનનું લેવલ ઘટાડવા માટે 10 હાઇવે પસંદ કરવામાં આવ્યા છે. આ હાઇવે પર ગ્રીન હાઇડ્રોજન ટ્રક ચલાવવામાં આવશે. આ હાઇવે પર ઇન્ડિયન ઓઇલ (Indian Oil ) અને રિલાયન્સ પેટ્રોલિયમ (Reliance Petroleum ) હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશન બનાવશે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ અને વોલ્વોએ હાઇડ્રોજન ટ્રક બનાવવાનું શરૂૂ કરી દીધું છે.
આ દસ નેશનલ હાઇવે પસંદ કરાયા
આ કોરિડોરમાં ગ્રેટર નોઇડા-દિલ્હી-આગ્રા, ભુવનેશ્વર-પુરી-કોણાર્ક, અમદાવાદ-વડોદરા-સુરત, સાહિબાબાદ-ફરીદાબાદ-દિલ્હી, જમશેદપુર-કલિંગનગર, તિરુવનંતપુરમ-કોચી અને જામનગર-અમદાવાદ રૂૂટનો સમાવેશ થશે. નેશનલ હાઇવે ઓથોરિટી750 સ્થળોએ પ્રાઈવેટ જમીન પર રેસ્ટ હાઉસ બનાવી રહી છે. આમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સુવિધાઓ હશે. આ પગલાં પરિવહન અને પર્યાવરણ માટે ફાયદાકારક છે.