ભાવનગરમાં વડાપ્રધાન મોદીના આગમનને આવકારવા ગ્રીનસિટીની જોરદાર તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું તા. 19ના રોજ ભાવનગર આગમન થઈ રહ્યું છે. આ માટે કોર્પોરેશનની સાથોસાથ ભાવનગરની હરીયાળીથી મોદીજી પ્રભાવિત થાય તે માટે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ પણ અંગત રસ લઈને એરપોર્ટની અંદરની પ્રીમાઈસીસ કે જયાં ગ્રીનસીટી દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તથા મહિલા કોલેજથી રાણી સુધીનો રોડ કે જેનું ડિવાઈડર ગ્રીનસીટી એ દત્તક લીધુ છે તથા તે જ રોડ ઉપર મોદીજીનો રોડ શો થવાનો છે તે ડિવાઈડરમાં પણ રવિવારના રોજ ગ્રીનસીટી દ્વારા 450 નાના-નાના ક્લરફુલ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્ટાફની ગેરહાજરીના કારણે દેવેનભાઈ જાતે ટેમ્પો ચલવી નખાયેલા નવા વૃક્ષોને પાણી પાઈ રહ્યા હતા. તથા કયા કયુ વૃક્ષ વાવવુ તેનું માર્ગદર્શન આપી રહ્યા હતા. સવારના સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સતત દેવેનભાઈ શેઠ એ હાજર રહી વ્યવસ્થિત રીતે વૃક્ષારોપણ કરાવ્યું હતું. આ ઉપરાંત આજે સોમવારે એરપોર્ટમાં ડિવાઈડરમાં 500 નંગ ડ્રાફટ કરન તથા 36 નંગ કુંડામાં વિવિધ પ્રકારના ક્લરફુલ વૃક્ષો તેમની દેખરખ નીચે નખાવ્યા હતા.
વધુમાં મહિલા કોલેજથી એરપોર્ટ સુધીના ડિવાઈડરમાં રોડના કામ દરમ્યાન અસંખ્ય વૃક્ષો નીકળી ગયા હતા તેની જગ્યાએ તાબડતોબ 200 મોટા 9 ફૂટના સફેદ ચંપાના વૃક્ષો ગુરૂૂવારે નાખવાનું આયોજન કર્યું છે. જેથી કરીને આખુ ડિવાઈડર વૃક્ષોથી ભરચક હરીયાળુ અને આકર્ષક લાગશે.
આ કામ માટે ચામુંડા નર્સરી તથા કોરિશનનો ખૂબજ સહકાર મળી રહ્યો છે. તેમ દેવેનભાઈએ જણાવ્યું હતું. તમામ વૃક્ષોને ગ્રીનસીટી દ્વારા સતત પાણી પાવામાં આવી રહ્યું છે, જેથી વૃક્ષો લીલાવમ આકર્ષક લાગે.