શહેરની એર ક્વોલિટી સુધારવા 37.59 કરોડની ગ્રાન્ટ
સરકાર દ્વારા શહેરોની હવાચોકી કરવા માટે અલગ અલગ પ્રોજેક્ટો ઉપર ધ્યાન આપી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેરને 15માં નાણાપંચ એર ક્વોલિટી 2023-24 અંતર્ગત કુલ રૂા. 37.59 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અનવયે મહાનગરપાલિકા દ્વારા 31.99 કરોડના 14 પ્રોજેક્ટ હાથ ધરી કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ અમુક પ્રોજેક્ટ પુર્ણ થવામાં હોવાનું જાણવા મળેલ છે. જેમાં મુખ્ય ત્વે સ્મશાન ગૃહો તેમજ ઈલેક્ટ્રીક બસ, વોર્ડ નં.18 કોઠારીયા ખાતે નવું સ્મશાન ગૃહ બનાવવાનું કામ, વોર્ડ નં.15 માં નેશનલ હાઇવેને લગત આજી નદી પુલની ફરતે ફેન્સીંગ કરવાનું કામ, ટ્રાફીક મેનેજમેન્ટ માટે, એ.એન.પી.આર./આર.વી.એલ.ડી., ઇન્સ્ટોલ કરવાનું કામ, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રોડ ઈન્ટરસેક્શન્શ નાં સર્વે અને ડિઝાઈન માટેની ક્ધસલટન્સી સર્વિસ બાબત., વેસ્ટ ઝોન નાં ન્યારી ડેમ 01 વનીકરણ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવાનું કામ, વોર્ડ નં.06 માં પ્રધ્યુમન પાર્ક ની પાછળ આવેલ સફારી પાર્કની ખુલ્લી જગ્યામાં ઘનીષ્ઠ વૃક્ષા રોપણ કરવાનું કામ., અટલ સરોવર પાસે આવેલ સ્માર્ટ સીટી વિસ્તારમાં નવું ઈલે. બસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે બહારના ભાગમાં દિવાલ બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે બહારના ભાગમાં પાણીનો ટાંકો બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે હયાત વે બ્રીજ લબાવવાનું અને નવી સિક્યુરીટી રૂૂમ બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે મુલાકાતીઓ માટે પાર્કિંગ, રેસ્ટ રૂૂમ તથા વોચ ટાવર બનાવવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે ખુલ્લી જગ્યામાં મીયાવાકી થીમ પધ્ધતિ થી વૃક્ષારોપણ કરવાનું કામ, આજીડેમ નેશનલ હાઇવેની બાજુમાં (પમ્પ હાઉસ પાછળ) આવેલ ખુલ્લી જગ્યામાં મીયાવાકી થીમ પધ્ધતિ થી વૃક્ષારોપણ કરવાનું કામ, નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે લીગેસી વેસ્ટ પ્રોસેસીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
શાળા નં. 99 માટે બિલ્ડિંગ બનશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 2ાજકોટ સંચાલીત શાળા નંબ2-99 હાલ ભાડાના મકાનમાં બેસે છે કોર્પોરેશન દ્વારા બિલ્ડીંગ બનાવી આપવા માટે તેમજ તમામ શાળા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 2ા. મ્યુ. કો.શા.બો.જન.વશી નં.2021,તા.04/07/ 2024ના પત્રથી ટી.પી શાખાને અત્રેથી દ2ખા2સ્ત કરવામાં આવેલ છે