For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાદાનો નવો દરબાર: 19 નવા ચહેરા, 6 રિપીટ

04:10 PM Oct 17, 2025 IST | Bhumika
દાદાનો નવો દરબાર  19 નવા ચહેરા  6 રિપીટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓનું જમ્બો પ્રધાન મંડળ, સૌરાષ્ટ્રને હેવી વેઈટેજં

Advertisement

હર્ષ સંઘવીનું પદ વધ્યું નાયબ મુખ્યમંત્રી બનાવાયા: નવા મંત્રી મંડળમાં નાયબ મુખ્યમંત્રી, 9 કેબિનેટ મંત્રી અને 13 રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા

ઝોન વાઇઝ મંત્રી પદની ફાળવણીમાં બેલેન્સ જળવાયું: કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નહીં

Advertisement

મહાત્મા મંદિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મંત્રીઓને લેવડાવ્યા શપથ: કોંગ્રેસમાંથી આવેલા એકમાત્ર અર્જુન મોઢવાડિયાને સીધુ કેબિનેટમાં સ્થાન

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને રાજ્યભરમાં અનેક અટકળો થઇ રહી હતી. જેના પરથી આજે પડદો ઉચકાયો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારના જમ્બો મંત્રી મંડળે શપથ લીધા છે. મહત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને વિજય મુહૂર્તમાં શપથ લેવડાવ્યા હતાં. આ વખતે મંત્રી મંડળમાં નાયબ મુખ્યમંત્રી સહિત 9 કેબિનેટ અને 13 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. આ મંત્રી મંડળના વિસ્તરણમાં હર્ષ સંઘવીનું કદ વધ્યુ અને તેને પ્રમોશન પેટે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
ગાંધીનગરના મહાત્માં મિેંદર ખાતે શપથ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના નવા મંત્રી મંડળના મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. જેમાં સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આમ હર્ષ સંઘવીનું ગુજરાતના રાજકરણમાં કદ વધતુ જોવા મળી રહ્યુ છે અને તેઓ અત્યાર સુધીના ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

આ મંત્રી મંડળમાં જૂના 6 મંત્રીને રિપીટ કરવામાં આવ્યા છે. જેમણે આજે શપથ લીધા ન હતા. આ ઉપરાંત ચાર પૂર્વ પ્રધાનની મંત્રી મંડળના રી-એન્ટ્રી થઇ છે તો 15 નવા ચહેરાને તક આપવામાં આવી છે. તેમજ મંત્રી મંડળમાં ગુજરાતમાં ઝોન વાઇઝ બેલેન્સ જળવાઇ રહે તે રીતે અને જ્ઞાતિ સમિકરણો સેટ થાયએ રીતે મંત્રી પદની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ આ મંત્રી પદની ફાળવણીમાં રાજકોટ શહેરની બાદબાકી થઇ છે અને સૌથી ચર્ચા યુવા ચહેરા અને સહકારી આગેવાન જયેશ રાદડીયાની બાદબાકી થતાં અનેક અટકળો ઉભી થઇ છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર કચ્છનો દબદબો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી કુલ નવ મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાત મંત્રી મંડળને લઈને ગત રોજથી અનેક રાજકીય અટકળો વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને નવા મંત્રી મંડળનું લીસ્ટ સોંપ્યું હતું અને એ પહેલા મુખ્યમંત્રીએ રિપીટ થતાં મંત્રીઓને પોતે જ ફોન કરીને જાણ કરી હતી. જેમાં હર્ષ સંઘવી, પુરૂસોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈને કહ્યું હતું કે, આપણે સાથે છીએ. તમારે શપથ લેવાના છે. ત્યારબાદ તેમણે રાજ્યપાલને નવા મંત્રી મંડળની યાદી સોંપી હતી. જેમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીત, ત્રિકમ છાગા, પ્રધ્યુમન વાજા, દર્શના વાઘેલા, રમેશ કટેરા, ઈશ્ર્વર પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, ઈશ્ર્વરસિંહ પરમાર, મનીષા વાઘેલા, પ્રવિણ માળી અને કુમાર કાનાણીનો સમાવેશ થાય છે.

આ બધા જ નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ વિશ્ર્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.
ગત રોજ જ જૂના મંત્રી મંડળના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતાં અને મુખ્યમંત્રી રાજ્યપાલની મુલાકાત લેવાના હતાં. પરંતુ છેલ્લી ઘડીએ તે રદ થયું હતું તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પણ અચાનક રદ થતાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને કંઈક રંધાઈ રહ્યાં હોવાનું જોવા મળ્યું હતું. પરંતુ આજે સવારે પીકચર ક્લિયર થતાં મુખ્યમંત્રી નવા મંત્રીઓની યાદી સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતાં. છ મંત્રીઓને રિપીટ કરાયા છે તેમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્ય પ્રધાનનું પદ આપી પ્રમોશન આપવામાં આવી શકે છે. તેમજ પ્રફુલ પાનસેરિયાને પણ કેબીનેટની બેઠકમાં મંત્રી પદમાં ઉચ્ચ કક્ષાનું સ્થાન મળી શકે છે.

શપથવિધી બાદ કેબીનેટની બેઠક મળશે અને આ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે ત્યારબાદ આવતીકાલે જ મોટાભાગનાં મંત્રીઓ ધનતેરસનું મુહૂર્ત સાચવી કાર્યભાર સંભાળે તેવી શકયતા પણ સેવાઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહમાં હાલના ધારાસભ્યો ઉપરાંત પૂર્વ ધારાસભ્યો સહિતના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

કોણ કોણ રિપીટ
રૂષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા
કુંવરજીભાઈ બાવળિયા, કનુ દેસાઈ
પુરુષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી

નવા મંત્રીઓ

કાંતિભાઈ અમૃતિયા
જીતુ વાઘાણી
રિવાબા જાડેજા
કૌશિક વેકરીયા
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
જયરામ ગામીત
ત્રિકમ છાગા
પ્રદ્યુમનભાઈ વાજા
સ્વરૂપજી ઠાકોર
દર્શના વાઘેલા
રમેશ કટારા
ઈશ્ર્વરસિંહ પટેલ
પી.સી.બરંડા
મનીષા વકીલ
પ્રવિણ માળી
સંજયસિંહ માહીડા
કમલેશ પટેલ
રમણ સોલંકી

સાંજ સુધીમાં ખાતા ફાળવણી કરાશે
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજ રોજ નવ નિયુક્ત મંત્રીઓનો શપથ સમારોહ બાદ સાંજ સુધીમાં કેબિનેટ બેઠક મળશે. ભૂપેન્દ્ર પટલેની સરકારના નવા મંત્રી મંડળની આજે પ્રથમ કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં તમામ નવ નિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ સામાન્ય વહીવટી વિભાગ કેબિનેટ બેઠક બોલાવશે. દિવાળી પહેલાની આજે સાંજે નવનિયુકત મંત્રીઓની પ્રથમ કેબિનેટ બેઠક મળશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મંત્રી
અર્જૂન મોઢવાડિયા પોરબંદર
પ્રધ્યુમન વાજા કોડીનાર
કાંતિ અમૃતિયા મોરબી
કૌશિક વેકરિયા અમરેલી
રીવાબા જાડેજા જામનગર ઉત્તર
જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ
ત્રિકમ છાંગા અંજાર (કચ્છ)

દક્ષિણ ગુજરાતમાંથી મંત્રી
કુમાર કાનાણી વરાછા રોડ
નરેશ પટેલ ગણદેવી
જયરામ ગામીત નિઝર
ઇશ્વર પટેલ અંકલેશ્વર

ઉત્તર ગુજરાતમાંથી કેટલા મંત્રી
પીસી બરંડા ભિલોડા
પ્રવીણ મારી ડીસા
સ્વરૂૂપજી ઠાકોર વાવ

મધ્ય ગુજરાતમાંથી મંત્રી
દર્શના વાઘેલા અસારવા
રમેશ કટારા ફતેપુરા
મનીષા વકીલ વડોદરા શહેર
કમલેશ પટેલ પેટલાદ
સંજયસિંહ મહીડા મહુધા
રમણ સોલંકી બોરસદ

જયેશ રાદડિયાને સંગઠનમાં મોટો હોદો?

ગુજરાતના નવા પ્રધાનમંડળની રચનામાં મોટો અપસેટ જોવા મળ્યો છે, સૌરાષ્ટ્રના હોનહાર પાટીદાર નેતા જયેશ રાદડીયાને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે,તેમને ભાજપના ટોચના નેતાઓ વચ્ચે ચાલતી આંતરીક જુઠબંધીનો ભોગ બનાવાયા હોવાનું મનાય છે, હવે જયેશ રાદડીયાને સંગઠનમાં મહામંત્રી કે ઉપ પ્રમુખ જેવો મહત્વનો હોદો આપી સૌરાષ્ટ્રની પડકારજનક સ્થિતિની કપરી જવાબદારી સોંપી દેવામાં આવે તેવી ચર્ચા છે

Advertisement
Tags :
Advertisement
Advertisement