દાદાની સાદગી: પૌત્ર સાથે ખરીદી કરવા બજારમાં પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક કોમનમેનની જેમ માર્કેટમાં જઈને પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી હતી. તેમણે સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ‘વોકલ ફોર લોકલ’નો પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે ફેરિયાઓ સાથે વાતચીત કરીને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીની સાદગીથી સ્થાનિકો પ્રભાવિત થયા હતા. આમ ઈખ એટલે કોમન મેન એ ઉક્તિને ભૂપેન્દ્રભાઈએ ફરી એકવાર પોતાની સાદગીથી સાબિત કરી છે.
કોડીયા ખરીદી સમયે તેઓ એક કોમનમેનની જેમ ઉભેલા જોવા મળ્યા હતા.જાન્યુઆરી, 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ સ્થળોએ ધોરીમાર્ગોના વિસ્તૃતીકરણ માટે થઈ રહેલા કામોનું પ્રત્યક્ષ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ સમગ્ર રૂૂટની જુદી-જુદી સાઈટ પર જઈને કામોની ગુણવત્તા અને વપરાશમાં લેવાતા મટીરિયલ સહિતની વિગતો પણ મેળવી હતી. તેમણે બગોદરા માર્ગ પર કેરાલા પાસે બની રહેલા ઓવરબ્રિજની સાઈટનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ બાદ પાછા આવતા સમયે બગોદરા નજીક હાઈવે પર જ એક ઢાબાના ખાટલામાં તેઓ બેસી ગયા હતા અને ચાની ચુસ્કીનો સ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ સરખેજ-ચિલોડા નેશનલ હાઈવેના સીકસ-લેન કામો સંદર્ભે અદાણી શાંતિગ્રામ પાસે નિર્માણાધિન ઓવરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. એકદમ શાંત અને કોઈપણ જાતના મુખ્યમંત્રી હોવાની ઇમેજ વિના બજારમાં ફરતા જોવા મળ્યા.
