For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરમાં ટ્રકે સાયકલને અડફેટે લેતા દાદાનું મોત, પૌત્રને ઇજા

01:00 PM Dec 02, 2025 IST | Bhumika
વાંકાનેરમાં ટ્રકે સાયકલને અડફેટે લેતા દાદાનું મોત  પૌત્રને ઇજા

વાંકાનેરમા પંચાસર ગામની ચોકડી પાસે સાયકલ પર પસાર થતા દાદા-પૌત્રને પાછળથી આવતા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં આધેડના શરીર પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા તેમનું મોત થયું હતું, જ્યારે બે વર્ષીય પૌત્રને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં અનીશભાઈ ભોરણીયાની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા અમ્બારામભાઈ ભાંબર તથા તેમનો બે વર્ષિય પૌત્ર લક્કી સાયકલ પર પંચાસર ચોકડી નજીકથી પસાર થતાં હોય, દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રક નં. ૠઉં 12 ઇણ 9723 ના ચાલકે બંને દાદા-પૌત્રને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં અમ્બારામભાઈના બંને પગ પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેમનું મોત થયું હતું. જ્યારે બે વર્ષિય પૌત્રને સામાન્ય ઇજાઓ પહોંચતા તેનો બચાવ થયો હતો. હાલ આ બનાવ મામલે મૃતકના પુત્ર જગદીશભાઈ ભાંબરે અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement