ચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુ
11 વર્ષના પૌત્રને ડૂબતો જોઈ તરતા નહોતું આવડતું છતાય દાદા કૂદ્યા
ચુડા તાલુકાના ચમારડી ગામની વાંસલ નદી નજીક 54 વર્ષીય કરણભાઈ કાનાભાઈ ચાવડા પશુઓ ચરાવી રહ્યા હતા. તેમનો 11 વર્ષનો પૌત્ર નરેશભાઈ દોલાભાઈ ચાવડા નદીના છીછરા પાણીમાં ન્હાવા પડ્યો હતો. છીછરા પાણીમાં ન્હાતો ન્હોતો નરેશ ઊંડાં ખાડામાં ભરેલા પાણીમાં ચાલ્યો ગયો હતો. નરેશ ડૂબવા લાગ્યો હતો. પૌત્ર નરેશને ડૂબતો જોઈને તરતા નહીં આવડતું હોવા છતાંય દાદા કરણભાઈએ ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી.
પૌત્રને બચાવવાની પૂરો પ્રયત્ન કર્યો હતો.
બન્ને ડૂબવા લાગ્યા હતા બનાવ અંગે જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. બન્નેને નદીના ઊંડા પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. જ્યાં હાજર ડો.જીગ્નેશ કણઝરિયાએ દાદા, પૌત્રને મૃત જાહેર કર્યા હતા. દાદા, પૌત્રના મોતના સમાચાર સાંભળી પરિવારજનોની સાથે ગ્રામજનો શોકમગ્ન બની ગયા હતા.