28મી ડિસેમ્બરે નાઈટ હાફ મેરેથોનનું ભવ્ય આયોજન
રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં બીજી વાર યુવાધનને સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગૃત કરવા, તેમજ સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહીત કરવાના ઉમદા ઉદ્દેશ સાથે તા. 28 ડિસેમ્બર, 2024 શનિવારના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન 20 નું ભવ્ય આયોજન મહાનગરપાલીકા અને પોલીસના સહયોગ વચ્ચે થશે.
દશેરાના શુભ દિવસથી શરૂૂ થયેલ રજીસ્ટ્રેશનને અપ્રતિમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હાલમાં 1000 થી પણ વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને વધુને વધુ લોકો આ નાઈટ હાફ મેરેથોનમાં જોડાઈ રહ્યા છે. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા તારીખ 17 નવેમ્બર સુધી 10% ડિસ્કાઉન્ટનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે, તો વધુમાં વધુ લોકો આ નાઈટ હાફ મેરેથોનમાં જોડાય તેવી આયોજકોની અપીલ છે. રજીસ્ટ્રેશન માટે www rajkotrunners.com વેબસાઈટ તથા સંપર્ક નંબર 8768769797 ઉપર સવારે 10 થી સાંજે 06 સમય દરમિયાન સંપર્ક કરી શકાશે. રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 10 ડિસેમ્બર રહેશે. રાજકોટના યુવાઓને દેશ અને દુનિયામાં પ્રચલિત આ એથલેટીક રમત સાથે જોડવાના આશયથી રાજકોટમાં બીજી વાર આ મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ નાઈટ હાફ મેરેથોનમાં ટાઇટલ સ્પોન્સર તરીકે ઓમનિટેક એન્જીનિયરીંગ પ્રા. લી. અને પ્લેટીનમ સ્પોન્સર જી. એમ. એન્જીનિયરીંગ પ્રા. લી. જોડાયા છે. તેમજ પ્રોફેશનલ મેનેજમેન્ટ દેશના જાણીતા ડો. રાહુલ શર્મા સ્થાપિત સાઇરન્સ ફીટનેસ ફોર ઓલ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મેરેથોનના હેલ્થ પાર્ટનર સીનર્જી હોસ્પિટલ છે, તેમજ આઇ.એમ.એ. રાજકોટ તથા ખોડલધામ ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત યુથ પાર્ટનર મારવાડી યુનિવર્સિટી, હાઇડ્રેશન પાર્ટનર દાવત, ટેક પાર્ટનર સ્પિયર રેઇસ, રિકવરી પાર્ટનર રી:ફીટ અને રેડિયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. જોડાયેલ છે.
આ વખતની નાઈટ હાફ મેરેથોનમાં ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગરુકતા લાવવા, ઓનલાઇન ફ્રોડથી બચવા, ટ્રાફીક નિયમોના પાલન અંગે, તેમજ વૃક્ષોનું જતન અને શહેરની સ્વચ્છતા જેવા સંદેશા અને વિષયવસ્તુઓને કેન્દ્રમાં રાખીને લોકજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ રહેલો છે. તા. 28 ડિસેમ્બરના આયોજીત આ મેરેથોનમાં રાજકોટ, સૌરાષ્ટ્ર ઉપરાંત દેશ અને વિદેશમાંથી 21 કિમી ની હાફ મેરેથોન અને 10 કિમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે. જેમાં સ્પર્ધકોનુ રીયલ ટાઇમ મોનીટરીંગ અને સમયની નોંધ લઈ વિજેતા ઘોષિત કરવામાં આવશે. વિજેતાઓને રુ. 13 લાખથી વધુના ઇનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ વર્ષે ખાસ કરીને રાજકોટની જનતાને પ્રોત્સાહિત કરવા માટે અલગ કેટેગરી બનાવવામાં આવી છે, જે અનુસાર રાજકોટના દોડવીરોને વિશેષ ઈનામો એનાયત કરવામાં આવશે. આ નાઈટ હાફ મેરેથોન સ્પર્ધા પહેલા એટલે કે તા. 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજકોટ ખાતે બીબ એક્સ્પોનું આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટ બહારથી આવતા સ્પર્ધકો અને મુલાકાતીઓ માટે તા. 28 ના રોજ સ્પેશ્યલી બીબ પ્રદર્શન સાંજ સુધી ચાલુ રાખવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન રાજકોટનું પ્રતિનિધિત્વ કરી વિવિધ ખેલ-કુદ સ્પર્ધામાં જવલંત સફળતા મેળવી રાષ્ટ્રીય ફલક ઉપર રાજકોટને નામના અપાવનાર રમતવીરોને સન્માનિત કરવામાં આવશે.
આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ-મંત્રી રવિ ગણાત્રા, શૈલેષભાઈ ગોટી, ને સનતભાઈ માખેયા, પ્રોજેકટ ચેરમેન પુનિતભાઈ કોટક, રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્ટ જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી આશિષભાઈ જોષી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ નથવાણી સહીતના તમામ હોદ્દેદારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. દસ ટકા ડિસ્કાઉન્ટનો લાભ લેવા ત્વરિત રજીસ્ટ્રેશન કરાવવા રમતવીરો અને મેરેથોનના ચાહકોને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.