ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકાધીશ જગત મંદિરે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી: શ્રીજીને અન્કોટ મનોરથ યોજાયો

11:37 AM Nov 03, 2025 IST | admin
Advertisement

શાહી સવારીથી ઠાકોરજી જગત મંદિરેથી પરણવા નીકળ્યા

Advertisement

પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી ઠાકોરજીની પાલખીનું કર્યું સન્માન

યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરે આજ રોજ દેવ ઉઠી એકાદશી ના શુભ દિને તુલસી વિવાહ ની ધામધુમથી પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.

મંદિર પટાગણમાં શ્રીજીના નીજ સભા મંડપમાં શેરડીનો મંડપ શણગારી તેમાં તુલસીજી ને નવ ક્ધયા રૂૂપમાં શણગારી શ્રીજીના ઉત્સવ સ્વરૂૂપ ગોપાલજી ને વરરાજાના શણગાર સજાવી મંડપમાં પધરાવામાં આવ્યા હતા. આ મંડપમાં કરીયાવર રૂૂપે સોના-ચાંદી હીરા, માણેક, પન્ના વગેરે આભુષણો સજાવી શ્રીજીના સન્મુખ પધરાવામાં આવ્યા હતા. ઠાકોરજીના મસ્કત પર સાફો, મોરપીછ, કમરે કમરબંધ વગેરે વિવિધ શણગાર સજાવવામાં આવ્યા હતા. તુલસી વિવાહ પ્રસંગે સાંજે શ્રીજી ને અન્કોટ મનોરથ યોજાયો હતો.

સમી સાંજે શાહી સવારી સાથે ઠાકોરજી પરણવા નીકળ્યા હતા. ઠાકોરજીના નાં બાલસ્વરુપ નો વરઘોડો સમી દ્વારકાધીશ જગત મંદિરેથી સાંજે બહાર નિકળ્યો ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાથી ઠાકોરજીનો વરધોડો વાજતે ગાજતે શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી જગત મંદિરે પરત પહોચ્યો હતો. દ્વારકાધીશ જગતમંદિરે ભકત પરિવારનાં યજમાનપદે ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે શહેરી જનો તેમજ દ્વારકા દર્શને દેશ વિદેશ થી આવેલ ભક્તો એ ભગવાન નાં તુલસીજી સાથેનાં લગ્ન ને મોડી રાત સુધી જગત મંદિર પટાગણમાં નિહાળી ધન્યતા અનુભવી હતી. રાત્રે ભગવાનનાં તુલસીજી સાથે વિવાહ પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

કર્મનાં ભવબંધનમાથી મોક્ષ મેળવવા ભગવાનનાં ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવાનો મહિમા છે. દેવતાઓની દિવાળી દેવ દિવાળી તરીકે ઓળખાય છે. અષાઢ સુદ 11 થી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયનમાં જઇ વિશ્રામ કરે છે. ત્યારબાદ ભગવાન કારતક સુદ 11 નાં વિશ્રામ માંથી બહાર આવે છે. જેથી પુરાણોમાં આ દિવસને દેવઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

Tags :
dwarka newsDwarka templegujaratgujarat newsTulsi Vivah
Advertisement
Next Article
Advertisement