દ્વારકાધીશ જગતમંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી
12:04 PM Nov 16, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
યાત્રાધામ દ્વારકા જગત મંદિરે કાર્તિક સુદ પુનમના દેવી-દેવતાનો તહેવાર દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને દામોદર ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દિવા દાનનું અનેરૂૂ મહત્વ હોવાથી દિવા પ્રગ્ટાવી દેવોના ચરણોમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. જે ઉત્સવ દ્વારકાધીશ જગત મંદિરમાં ધામધૂમપુર્વક ઉજવવામાં આવ્યો હતો. જગત મંદિરે રાણીવાસમાં પુજારી આનંદભાઇ પરીવાર દ્વારા 3100 સો દિવડા પ્રગ્ટાવવામાં આવ્યા હતા. અને અલગ અલગ પ્રકારની રંગોળી બનાવાઇ હતી. દ્વારકાધીશજીના નિજ સભા મંડપમાં પણ દિવડા પ્રગ્ટાવી રંગોળી કરાઇ હતી. જે દર્શનો હજારો ભાવિકોએ લાભ લિધો હતો.
Next Article
Advertisement