For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલી

04:46 PM Apr 14, 2025 IST | Bhumika
ડો  બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલી

રાજકોટમાં આજે બંધરાણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી ભારે ઉત્સાહ ભરે ઉજવવામાં આવી હતી. આજે સવારે નાનમવા રોડથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ બાઇક રેલી શહેરમાં ફરીને બપોરે સિવિલ હોસ્પિટલ ચોકમાં પહોંચી ત્યારે યુવાનોએ જુસ્સાભેર સુત્રોચ્ચાર કર્યા હતા અને ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે, હોસ્પિટલ ચોકમાં યુવાનોએ ઉત્સાહમાં આવી જઇ રોડ વચ્ચે આતશબાજી કરી નાચગાન કરતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement