For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં બાળ શ્રમયોગી નાબુદી ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા

11:19 AM Oct 04, 2025 IST | Bhumika
ગીર સોમનાથ જિલ્લામાં બાળ શ્રમયોગી નાબુદી ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા

ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ જિલ્લા કક્ષાની બાળ શ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ સમિતિના સંકલનમાં બાળ મજૂરી નાબુદી રેડ યોજાઈ હતી. જેમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ વેરાવળમાં જુદી-જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

Advertisement

આ દરોડા દરમિયાન વેરાવળ જી.આઇ.ડી.સી માં કે.આર.સી. ફૂડસમાં 03 તરૂૂણ શ્રમયોગીઓ અને કલ્યાણી ફૂડસમાં 02 એમ કુલ 05(પાંચ) તરૂૂણ શ્રમયોગીઓ કામ કરવાનું જણાવ્યું હતું. જેથી દરોડા દરમિયાન સંસ્થાના માલિકોને બાળ અને તરૂૂણ મજૂર (પ્રતિબંધ નિયમન) અધિનિયમ - 1986ની જોગવાઈઓના ભંગ બદલની નોટીસ પાઠવીને તેમની સામે કોર્ટ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, સમાજ કલ્યાણ અધિકારીની કચેરી નાયબ નિયામક હસમુખ એમ.ગઢિયા, જિલ્લા રોજગાર વિનિમય કચેરીના આર.એમ.વાઘ, જિલ્લા બાળ સુરક્ષા એકમ ના આર. એન.ચાંડપા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ના સી.બી.પરમાર, વી.કે. પરમાર, વિકસતી જાતિ ની કચેરી જિલ્લા નાયબ નિયામક પી.એ. ચૌહાણ દ્વારા આ રેડ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement