ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

GPSCની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું ભારણ 50 ટકા હોવાથી નુકસાન

05:26 PM May 13, 2025 IST | Bhumika
Advertisement

ઉમેદવારોને અન્યાય થતો હોવાની રાવ: ભારણ ઘટાડવા કોંગ્રેસની માંગ

Advertisement

આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બનાવવામાં આવેલા નીતિ નિયમોમાં ઈન્ટરવ્યુનું ભારણ ઘટાડવાની કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે. GPSC દ્વારા Written પરીક્ષા માટે 50% ભારાંક અને મોખિક માટે 50% ભારાંક રાખવામાં આવ્યો છે. આવી અગાઉની પરીક્ષાના પરિણામોના અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયુ છે કે તેનાથી ગુજરાતના યુવા-યુવતિઓને નુકસાન થઈ રહ્યુ છે. એકમાત્ર ગુજરાત રાજ્યને બાદ કરતા દેશના અન્ય રાજ્યોમાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ઈન્ટરવ્યુનુ ભારણ 10 થી 15 ટકા હોય છે. એકમાત્ર ગુજરાત જ એવુ રાજ્ય છે જ્યાં આ ભારણ 50% રાખવામા આવ્યુ છે. જેનાથી ગુજરાતના ઉમેદવારોને મોટાપાયે નુકસાન જઈ રહ્યુ છે.

આ વર્ષે ભરતી કેલેન્ડર મુજબ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં 426 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થવાની છે. જો કે અત્રે એ પણ નોંધનિય છે કે છેલ્લા 5 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરની કોઈ જ નવી ભરતી કરવામાં આવી નથી. મોટા ભાગની સરકારી કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે. રાજ્યમાં 24 % જેટલી પ્રોફેસર્સન જગ્યા ખાલી પડી છે. આ ભરતીમાં 50 ટકા ઈન્ટરવ્યુ ભારાંક તાત્કાલિક ઘટાડીને 10 થી 13 ટકા કરવુ જોઈએ તેવી કોંગ્રેસે માગ કરી છે. રાજ્યમાં ક્લાસ-1,2 ની ભરતીમાં 50 ટકા ભારણને કારણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાનોને અન્યાય થઈ રહ્યો છે.

ગુજરાતની સરખામણીએ જો અન્ય રાજ્યોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યુનું ભારણ તપાસીએ તો ઉત્તરપ્રદેશમાં 13.04, મધ્યપ્રદેશમાં 11.11, રાજસ્થાનમાં 10.71, હરિયાણામાં 12.05, છતીસગઢમાં 9.09 ટકા અને તમિલનાડુમાં 13.04 ટકા છે.

હરિયાણાના એક ઉમેદવારના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતા કોંગ્રેસના પ્રવક્તાએ મનિષ દોશીએ જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટે પણ તેમના ચુકાદામાં નોંધ્યુ છે કે ઈન્ટરવ્યુમાં ઉચ્ચ ભારણને કારણે સમગ્ર પસંદગી પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠે છે. સુપ્રીમ કોર્ટે એ પણ ટકોર કરી છે કે અન્ય રાજ્યો પણ આ ભારાંકની પદ્ધતિમાં જે અન્યાયકર્તા નિયમો છે તેમા સુધારો કરીને પારદર્શક પદ્ધતિ અપનાવે. હાલ કોંગ્રેસ દ્વારા આગામી ભરતીમાં અન્યાયકર્તા ઈન્ટરવ્યુનો ભારાંક ઘટાડવાની માગ કરાઈ છે.

Tags :
GPSCGPSC Assistant Professor Recruitmentgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement