For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GPSC દ્વારા 11 ભરતીની પરીક્ષાનું કેલેન્ડર જાહેર, 2800 જગ્યા ભરાશે

01:56 PM Dec 10, 2024 IST | Bhumika
gpsc દ્વારા 11 ભરતીની પરીક્ષાનું કેલેન્ડર જાહેર  2800 જગ્યા ભરાશે
Advertisement

GPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા કુલ 11 ભરતીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ 11 પરીક્ષાઓ કુલ 2800 જગ્યા માટે લેવાશે. સમગ્ર મામલે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમા વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા ક્લબ કરવામાં આવી છે.

જ્યારે વર્ગ 3ની પરીક્ષા અલગ રીતે યોજાશે. સમગ્ર મામલે પ્રક્રિયા ઝડપી થાય તે માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

Advertisement

રાજય સરકારની કુલ 2800 જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કુલ 11 પરીક્ષાઓ લેવામાં આવશે. પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. જીપીએસસી દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ અધિક સિટી ઈજનેર, મદદનીશ ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ બાગાયત નિયામક અને ગ્રાહક સુરક્ષા અધિકારી જેવા પદો માટેની આ પરીક્ષાની છે. જેની તારીખો જાહેર કરવામાં આવી છે.

જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આ પરીક્ષાની તારીખોને લઈને જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્ય મુદ્દો એ છે કે વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાઓ ક્લબ કરવામાં આવી છે. જ્યારે વર્ગ 3 ની પરીક્ષા અલગથી લેવાશે. સમગ્ર મામલે ઝડપથી ભરતી પ્રક્રિયા થાય તેને અનુલક્ષીને પરીક્ષા માટે આ રીતનું સમયપત્રક તૈયાર કરાવવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement