For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરેડ GIDCમાં GPCBનું ચેકિંગ

12:49 PM Jul 05, 2025 IST | Bhumika
દરેડ gidcમાં gpcbનું ચેકિંગ

ત્રણ એકમો સામે કાર્યવાહી, પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગકારોમાં ફફડાટ

Advertisement

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર અને દરેડના ઔદ્યોગીક વિસ્તારોમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ઔદ્યોગીક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા પખવાડિયા દરમિયાન કુલ સાત એકમો વિરૂૂધ્ધ કાર્યવાહી કરાઈ છે.

જામનગર નજીક દરેડ સહિતના વિસ્તારોમાં પ્રદુષણ મુદ્દે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર અને દરેડના ઔદ્યોગીક વિસ્તારોમાં ચાલતા કેટલાક ઔદ્યોગીક એકમો દ્વારા ગંદા કેમીકલ યુકત પાણી યોગ્ય રીતે શુધ્ધ કર્યા વિના સીધુ કેનાલ છોડતા પર્યાવરણ ઉપર અસર પહોંચે છે. જેને લઈ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે ત્રણ ઔદ્યોગીક એકમોમાં પ્રદુષણને લઇ કાર્યવાહી હાથ ધરાઈ હતી, અને આ અંગેનો વિગતવાર અહેવાલ ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવ્યો છે. છેલ્લા એકાદ પખવાડિયામાં કુલ સાત યજેટલા ઔદ્યોગીક એકમો સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement