રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુપેડીના મુરલીમનોહર મંદિરનો કબજો સરકારે સંભાળ્યો: ભાવિકોમાં રોષ

12:44 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક વ્યક્તિત્વ સ્મારક તરીકે ગણાતું મોરલી મનોહર મંદિર અચાનક સરકારે 700 વર્ષ પછી કબજો લેતા સુધારોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને કબજો લેતાની સાથે જ મંદિર સમિતિની રચના કલેક્ટર શ્રી રાજકોટ કરી નાખતા સૌરાષ્ટ્ર ભરમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કરવા દોડી આવ્યા હતા.આજરોજ ડેપ્યુટી કલેક્ટર ધોરાજી કચેરી ખાતે સુપેડી મુરલી મનોહર મંદિરના 35 ગામના મંડળો મહિલા મંડળોનું આગેવાનોનું પ્રતિનિધિ મંડળ તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી ભાવિક ભક્તજનો ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે દિશાંત ચંદુભાઈ રતનપરા પ્રવીણભાઈ અગ્રાવત રાજકોટ રજનીકાંતભાઈ કુબાવત પિયુષભાઈ પટેલ રાજકોટ કમલેશભાઈ રામાણી રાજકોટ વિનોદભાઈ નિમાવત કેશોદ તેમજ સાધુ સંતોમાં શાસ્ત્રી હાર્દિકભાઈ વ્યાસ રાજકોટ સાધુ નિર્મલ દાસ બાપુ વૈધનાથ મંદિર સાધુ હરીદાશ બાપુ વિગેરે 400 થી 500 જેટલી સંખ્યામાં મહિલાઓ યુવાનો વિરુદ્ધ વિગેરે સેવક ગણ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સંસદ સભ્ય શ્રી ધારાસભ્ય ધોરાજી કલેકટર રાજકોટ નાયબ કલેકટર ધોરાજી વગેરેને સંબોધીને ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું

Advertisement

આ સમયે ભાવિક ભક્તજનોએ રજૂઆત કરતા જણાવેલ કે ધોરાજી ના સુપેડી ગામ ખાતે આવેલ અતિ પ્રાચીન ગણાતું અને તરીકે જાણીતું મોરલી મનોહર મંદિર કે જે 700 વર્ષ પુરાણો મંદિર છે અને એ મંદિરનો વહીવટ હાલમાં તેમના મહંત તરીકે પૂજ્ય શ્રી રવિદાસ બાપુ બિરાજમાન છે અને તેમની પરંપરાગત વર્ષોની પેઢી દ્વારા વિનામૂલ્ય ધ્વજ રોહન તેમજ અન્નક્ષેત્ર તેમ જ વર્ષ દ્વારા 26 જેટલા વિવિધ મનોરથો નિશુલ્ક થાય છે તેમજ વિવિધ મનોરથોમાં ધ્વજારોહણ જારીજી મનોરથ 56 ભોગ મનોરથ અંડકોટ મનોરથ માલા પેરામણી મનોરથ લોટી ઉત્સવ મનોરથ વાઘાજી મનોરથ ભગવાનના મંજન મનોરથ તથા પ્રભુને થતી થતી આઠે સમા ની સેવા અને આવતી થાય છે આ તમામ પ્રકારનું કાર્ય મંદિરના પૂજ્ય મહંત રવિદાસ બાપુ અને એમના સેવક ઘણો દ્વારા વર્ષ દરમ્યાન કાર્યક્રમો થતા હોય છે અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ભરમાંથી મહિલા મંડળ લોકો શ્રદ્ધાળુઓ વિના મૂલ્ય સેવામાં જોડાયેલા હોય છે તેમ જ દરરોજ શ્રદ્ધાળુ માટે વિનામૂલ્ય અન્નક્ષેત્ર પણ ચાલતું હોય છે.

આ તમામ પ્રકારની સેવાઓ નિશુલ્ક કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર તમામ મનોરથો થતા હોય છે આ સમયે શ્રદ્ધાળુએ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે અમારે દ્વારકાની ધજા ચડાવી હોય તો ખૂબ જ ખર્ચાળ થતી હોય છે પરંતુ મુરલી મનહર મંદિર એટલે ભગવાન શ્રી દ્વારકાના સ્વયંભૂ દર્શન થતા હોય તેવો અમને પાસ જોવા મળી રહ્યો છે અને બિલકુલ વિનામૂલ્યે અમે આ લાભ લેતા હોય છે મોટાભાગના ગરીબ પરિવારોને આ દિવ્ય મનોરથના લાભ મળતા હોય છે.

અમુક લોકોના કહેવાથી 700 વર્ષ બાદ કલેક્ટરએ અચાનક જ મંદિર ઉપર સમિતિ બનાવી તેમાં સમિતિના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર પ્રમુખ તરીકે તેમજ ડેપ્યુટી કલેક્ટર તેમજ ધારાસભ્ય ધોરાજી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સુપેડી ગ્રામ પંચાયતના સરપંચનો સમાવેશ કરેલ આ સમિતિમાં વર્ષો જૂના છેલ્લા 45 વર્ષથી સેવા કરતા મહંત તરીકે રવિદાસ બાપુ નું નામ નહીં હોવાથી અને વર્ષોથી આ મંદિરની સેવા કરતા સેવાભાવી લોકોના પણ નામ નહીં હોવાથી આ વિરોધ થયો હતો અને શ્રદ્ધાળુ એ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવેલ કે તાત્કાલિક અસરથી નવી સમિતિને રદ કરવામાં આવે અને વર્ષો જૂની જે પરંપરાગત સેવાઓ અમારી ચાલુ છે તે મહંત શ્રી રવિદાસ બાપુને તેમજ તેમની ટીમને ચાલુ રાખવામાં આવે અને અમારી જે માગણી છે કે અમારી વિનામૂલ્ય જે સેવાઓ છે એ સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવે તેવી માગણી કરી હતી.

જિલ્લા પંચાયત રાજકોટના પૂર્વ ઉપપ્રમુખ ભાજપ અગ્રણી સુભાષભાઈ માકડીયા એ પોતાના નિવેદનમાં જણાવેલ કે ધોરાજી નું સુપેડી ગામ અમારું ગામ છે અને આ ગામ આ મંદિર થકી યાત્રાધામ બની ગયું હતું અને સમગ્ર દેશભરમાંથી યાત્રાળુ આ ગામમાં મલ્લી મનહર મંદિરના દર્શન કરવા આવતા હતા તેમ જ વિનામૂલ્યે તેમના દ્વારકામાં ધ્વજારોહણ નો વારો ન આવ્યો હોય તે પરિવાર પણ દ્વારકાધીશને દર્શન કરતા કરતા મૂલ્ય મનોહર મંદિરની માનતા સાથે વિના મૂલ્ય સેવાનો લાભ લેતા હતા તેમ જ મંદિર સેવા ટ્રસ્ટ તરફથી વિનામૂલ્ય અને ક્ષેત્ર પણ ચાલતું હતું તે ધોરાજીના મામલતદાર એ તાત્કાલિક અસરથી વિનામૂલ્ય ધ્વજારોહણ બંધ કરાવેલી છે તેમ જ અન્નક્ષેત્ર બંધ કરાવેલું છે આવી મૌખિક સૂચના આપી છે પરંતુ આ પ્રકારનો સરકાર શ્રી નું વજન હશે તો ધાર્મિક લાગણી અમારી દુબઈ રહી છે અને આ ધાર્મિક લાગણીને દુભાવાના કારણે અમારા સુપેડી ગામનો જે વિકાસ થઈ રહ્યો હતો તે પણ વિકાસમાં અવરોધ રૂૂપ થઈ રહ્યું છે જેથી અમારી સૌની માગણી છે કે તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીની બનાવેલી કમિટી રદ કરવામાં આવે અને જૂની પરંપરાગત જે પ્રકારે મહંત શ્રી સેવા કરે છે એ સેવા ચાલુ રાખવામાં આવે તેવી માગણી કરી હતી.

 

5 દિવસમાં યોગ્ય ન થાય તો છેડાશે આંદોલન
આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવેલું કે જો પાંચ દિવસની અંદર તાત્કાલિક સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો ગાંધીજી અમારી આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવેલું હતું આ સાથે મોટી સંખ્યામાં બહેનોએ પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે અમો મુરલી મનહર મંદિરે દર પૂનમ ભરવા માટે આવીએ છીએ અને અહીં પૂજ્ય ગુરુદેવ શ્રી રવિદાસ બાપુ અને તેમના પરિવાર દ્વારા અમોને તમામ પ્રકારની સુવિધાઓ સત્સંગ મંડળ ચલાવવાની સુવિધાઓ અને ભોજન પ્રસાદ લેવાની પણ સુવિધાઓ અમને વિનામૂલ્ય પૂરી પાડે છે અને અમારે દ્વારકા જવાની જરૂૂર નથી કારણ કે દ્વારકાના સન્મુખ દર્શન મુરલી મનહર મંદિરમાં થાય છે.મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુ અને સાંભળવા માટે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર હાજરના હતા જેથી નાયબ મામલતદાર ગોંડલીયા ને આવેદનપત્ર કર્યું હતું આ સમયે નાયબ મામલતદાર ગોંડલીયા એ તાત્કાલિક તમારી રજૂઆત સરકારમાં પહોંચાડવાની ખાતરી આપી હતી આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાપત્ર નહીં તે બાબતે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ પીએસઆઇ રાવલ તેમજ રમણીકભાઈ મળવર તેમજ મહિલા પોલીસ મોટી સંખ્યામાં બંદોબસ્ત ગોઠવેલો હતો.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement