For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેકની કામગીરી સંદર્ભે બક્ષિસ પેટે ચૂકવેલા 50 લાખના મામલે રાજ્યપાલનો તપાસનો આદેશ

04:09 PM May 17, 2025 IST | Bhumika
નેકની કામગીરી સંદર્ભે બક્ષિસ પેટે ચૂકવેલા 50 લાખના મામલે રાજ્યપાલનો તપાસનો આદેશ

Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં નેકના ઇન્સ્પેક્શનની કામગીરી કરનારા અધિકારી-પ્રોફેસરોને પગાર ઉપરાંત 10 હજારથી લઇને 5 લાખ રૂૂપિયા સુધીની મળીને કુલ 50 લાખ વધારાની કામગીરી માટે બક્ષિસ-ભેટ આપવામાં આવી હતી. આ રકમના મામલે એનએસયુઆઇ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમા કાર્યકર્તાઓ દ્વારા રાજ્યપાલને આ મુદ્દે રજૂઆત કરતાં રાજ્યપાલે શિક્ષણ વિભાગને તપાસનો આદેશ આપ્યો છે.

યુનિવર્સિટીમાં નેકનું ઇન્સ્પેક્શન આવવાનું હોવાથી છેલ્લા કેટલાય સમયથી કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં જોડાયેલા અધ્યાપક, અધિકારી અને યુનિવર્સિટીના કર્મચારીઓને નેકનું ઇન્સ્પેક્શન પૂરું થયા બાદ 10 હજાર રૂૂપિયાથી લઇને 5 લાખ રૂૂપિયા એલાઉન્સ એટલે કે વધારાના બક્ષિસ પેટે ચૂકવવામાં આવ્યા હતા. આ મુદ્દે એનએસયુઆઇ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતુ.

Advertisement

કુલપતિના બંગલાનો ઘેરાવો કરવા સુધીની કામગીરી કરવા છતાં કુલપતિ દ્વારા આ મુદ્દે કોઇ કામગીરી સુદ્ધાં કરવામાં આવી નહોતી. જેના કારણે એનએસયુઆઇના કાર્યકર્તાઓએ રાજ્યપાલને મળીને આ મુદ્દે રજૂઆત કરી હતી. કાર્યકર્તાઓના કહેવા પ્રમાણે આજ સુધી કોઇપણ યુનિવર્સિટીએ નેકની કામગીરી બદલ કર્મચારી-અધ્યાપકોને બક્ષિસ પેટે કુલ મળીને 50 લાખ રૂૂપિયા જેટલી રકમ ચૂકવી નથી.

આ રકમ કુલપતિએ પોતાના ઘરમાંથી નહી પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવતાં વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવતી ફીમાંથી ચૂકવ્યા હતા. યુનિ.માં અગાઉ પણ નેકનું ઇન્સ્પેક્શન આવ્યું હતુ પરંતુ કોઇ કુલપતિએ આ પ્રકારની બક્ષિસ ચૂકવી નથી. વારંવારની રજૂઆત અને દેખાવો પછી પણ કુલપતિ દ્વારા આ રકમ પરત લેવા માટે કોઇ બાંયેધરી સુદ્ધાં આપી નથી. જેના કારણે રાજ્યપાલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. રાજ્યપાલે આ ફરિયાદ શિક્ષણ વિભાગને મોકલીને તપાસની સૂચના આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement