For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ સાથે મુલાકાત

04:44 PM Jul 03, 2024 IST | Bhumika
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ સાથે મુલાકાત
Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિને અગ્રતા આપીને સમગ્ર દેશમાં તેનો વ્યાપ વધારવા વિચાર-વિમર્શ કર્યો હતો. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના વિસ્તારમાં વિશેષ રસ દાખવ્યો હતો.

પ્રવર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સમયની માંગ છે. ભારતમાં ભૂમિનો ઓર્ગેનિક કાર્બન દિવસો દિવસ ઘટી રહ્યો છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના બેફામ ઉપયોગને કારણે ફળદ્રુપતા તો ઘટી જ છે, પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. અનાજ-શાકભાજી અને ફળફળાદીમાં રસાયણોના બેફામ ઉપયોગથી ભોજનમાં ધીમું ઝેર લોકોના શરીર સુધી પહોંચી રહ્યું છે, પરિણામે ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ વધ્યું છે, આવકમાં વૃદ્ધિ થતી નથી. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એક માત્ર ઉપાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદન ખર્ચ ઓછું આવશે અને અનાજ-શાકભાજીની ગુણવત્તા પણ સુધરે છે. ગુજરાતની જેમ ભારતના અન્ય રાજ્યોમાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement