ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિવાળી પહેલા વધુ 200 ST બસો દોડાવવા સરકારનો ટાર્ગેટ : હર્ષ સંઘવી

04:53 PM Oct 02, 2025 IST | Bhumika
Advertisement

વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલોદ સ્થિત કારગીલ સર્કલથી રૂૂ.15 કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની 40 નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વડોદરા, ભરૂૂચ, વલસાડ અને સુરત એમ ચાર ડિવિઝનની 20 સુપર એક્સપ્રેસ, 5 એ.સી, 15 મિની મળી કુલ 40 નવીન બસોનો સમાવેશ થાય છે.

Advertisement

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂૂ કરાયેલી નવીન બસો મુસાફરોને પરિવહન સુવિધામાં વધારો કરશે. યાતાયાત સરળ બનતા મુસાફરોનો સમય અને નાણા બંનેની બચત થાય છે. રાજ્ય સરકાર જાહેર પરિવહન સેવાને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર બનાવવા સતત કાર્યરત છે. વધુમાં તેમણે કહ્યું કે, એસ.ટી વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 2 હજારથી વધુ નવી બસો શરૂૂ કરાઈ છે, અને 2.15 લાખથી વધુ પ્રવાસીઓનો ઐતિહાસિક વધારો કરવામાં સફળતા મેળવી છે. તેમજ એસ.ટી વિભાગ દ્વારા દિવાળી પહેલા વધુ 200 બસો શરૂૂ કરવાનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું. 24 કલાક મુસાફરોને ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડતા એસ.ટી. ડ્રાઈવરોની સેવાને બિરદાવી હતી.

Tags :
gujaratgujarat newsHarsh SanghviST bus
Advertisement
Next Article
Advertisement