For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેન્શન-પગાર મેળવનાર ચારેય કૃષિ યુનિ.ના કુલપતિ પાસે સરકારની ઉઘરાણી

04:41 PM Jul 10, 2025 IST | Bhumika
પેન્શન પગાર મેળવનાર ચારેય કૃષિ યુનિ ના કુલપતિ પાસે સરકારની ઉઘરાણી

રાજ્યની દાંતીવાડા, નવસારી, આણંદ અને જુનાગઢ કૃષિ યુનિર્સિટીના કુલપતિઓની પૂન:નિમણૂક થતા પેન્શન અને પગાર બન્ને સરકાર પાસેથી લઇ અને 2.20 કરોડની ઉચાપત કરી હોવાની કોંગ્રેસ દ્વારા સરકારમાં ફરિયાદ કરતા સરકાર દ્વારા નોટિસ ફટકારી અને વધારાની રકમ જમા કરવા આદેશ કર્યો છે.સરકારના સહકાર વિભાગ દ્વારા ફટકારેલ નોટિસમાં જણાવવાનું કે તા. 01/07/2025 ના ઈ-મેલથી રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓના પગાર અને પેન્શનની વિગતો રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ પાસેથી મંગાવવામા આવેલ હતી.

Advertisement

જે અન્વયે રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદના તા. 02/07/2025 ના ઈ-મેલ દ્વારા અત્રે મોકલી આપવામાં આવેલ વિગતો અનુસાર, ચારેય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ હાલ પેન્શન તથા પગાર બંન્ને મેળવતા હોવાનું જણાયેલ છે. રાજ્ય સરકારમા પુન: નિમણૂંક પામતા રાજ્ય સરકારના કોઈ અધિકારી બંને લાભ મેળવી શકે નહીં, જે ધ્યાને લઈ, પેન્શનરની કુલપતિ તરીકે પુન: નિમણૂંકના કિસ્સામાં પગાર બાંધણી તાત્કાલિક પે માઇનસ પેન્શન મુજબ કરી, આજ દિન સુધી ચુકવવવામાં આવેલ વધારાના પગારની વસૂલાત કરવા તથા કરવામાં આવેલ વસૂલાતની દિન-7 મા અત્રે જાણ કરવા તેમજ વધુમાં ચૂક થશે તો તે અંગે અધિકારીની અંગત જવાબદારી રહેશે તેવી ટકોર કરી છે. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતુ કે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓને મોંઘવારી ભથ્થું મળવા પાત્ર ન ડોવા છતાં દાંતીવાડા, નવસારી, આણંદ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓએ અંદ્યજિત 2.20 કરોડ રૂૂપિયાની ઉચાપત કરી છે. આ રકમ વસુલાત કરવા માટે જાગૃત નાગરિક વિપુલ જોષીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. અને સાતમા પગારપંચના અમલમાં નિયુક્ત થયેલા કુલપતિઓ પાસેથી બિન કાયદેસર રીતે મેળવેલા મોંઘવારી ભથ્થાંની વસુલાત પેટે અંદાજે રૂૂ.50 થી 55 લાખની વસૂલાત ચારેય યુનિવર્સિટીના કુલપતિઓ પાસેથી કરવાની થાય છે જે અંદાજિત 2.20 કરોડ રૂૂપિયાની વસુલાત કરી ન્યાયીક કાર્યવાડી કરવાની માંગ કરી છે.

ઉપરાંત ભૂતકાળમાં કુલપતિઓ દ્વારા રજાનુ રોકડ રૂૂપાંતરના કિસ્સામાં નાણા વિભાગની જોગવાઇઓને અવગણીને સત્તાનો દુપયોગ કરી તેનો નાણાકીય લાભ મેળવેલ છે, તેની વસુલાત પણ કરવામાં આવે. ઉપરાંત આ કુલપતિઓને તબીબી ભથ્થું પણ મળવાપાત્ર નથી, કારણકે તેઓને તમામ પ્રકારના દવાના ખર્ચ મળવાપાત્ર છે.છતા આપખુદશાડીથી સત્તાના જોરે તેઓએ તબીબી ભથ્થા મેળવે છે, તેની પણ વસૂલાત કરવામાં આવે.

Advertisement

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવક્તા મનડર પટેલ ભાજપા સરકારમા કુલપતિઓએ જે રીતે પોતાના પગાર ભથ્થાની કરેલી નાણા ઉચાપતને તાત્કાલિક અસરથી તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે, તમામ કુલપતિઓને ફરજ મોકુફ કરવામા આવે, તેમના ઉપર સરકારી નાણાની ઉચાપતના ગંભીર ગુનાના આચરણ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી જેલ હવાલે કરવામા આવે તેમજ કુલપતિઓને નવ વર્ષથી આ ખોટા બીલો બનાવીને ખોટા પગાર ચુકવવામા સામેલ અધિકારીઓ ઉપર તાત્કાલિક ફોજદારી કાર્યવાડી કરવામા આવે તેવી માંગ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement