બોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશે
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં બોગસ ડોક્ટરથી લોકોને છેતરાતા અટકાવવા માટે રાજ્ય સરકાર સુધારા બિલ લાવશે. જે બિલ આગામી સમયમાં વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે.
આ સુધારા બિલમાં રાજ્ય સરકાર દ્વારા બોગસ ડોક્ટરો સામે કડક જોગવાઈ કરવામાં આવશે. ક્લિનિકલક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આ કાયદામાં કડક જોગવાઈ કરવાનું નક્કી કરવામં આવશે. તેમજ રજીસ્ટ્રેશન માટે મુદ્દત વધારવા વિચાર કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ 14 હજાર હોસ્પિટલ-ક્લિનિકનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
આગામી 12 માર્ચ સુધીમાં હોસ્પિટલ અને ક્લિનિકને રજિસ્ટ્રેશન માટે સૂચના આપવામાં આવી છે. તેમજ રજિસ્ટ્રેશન સિસ્ટમથી બોગસ ડોક્ટરને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ સર્ટિફિકેટ નહી મેળવે તો પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.