For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી યુનિ.થી કુશળ માનવબળ તૈયાર થશે: દિલીપ સંઘાણી

11:33 AM Jul 16, 2025 IST | Bhumika
સરકારી યુનિ થી કુશળ માનવબળ તૈયાર થશે  દિલીપ સંઘાણી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જી એ આપેલા "સહકારથી સમૃદ્ધિ" સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કોઈ કસર નથી છોડી. નવા સહકારિતા મંત્રાલયની સ્થાપના બાદ ચાર વર્ષોમાં સહકાર ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. અમિતભાઈ શાહના નેતૃત્વમાં જ્યાં સહકારિતાની ખામીઓ ઓળખી અને તેમને દૂર કરવાની દિશામાં ઝડપથી પગલાં લેવાયા, ત્યાં બીજી તરફ સહકારિતાને નવી દિશા આપવા માટે નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા. જે "સહકારિતાની બીજી ક્રાંતિ" કહી શકાય એમાં અતિશયોક્તિ નહીં કહેવાય. આ સમયગાળામાં સહકારિતામાં 60 થી વધુ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.

Advertisement

સહકારી સંસ્થાઓનું ડેટાબેસ તૈયાર કરવામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ મંત્રાલયે અવિરત પ્રયાસો કર્યા છે. મોડેલ ઉપનિયમોથી પેક્સથી લઈને એપેક્સ સુધીમાં સુધારાઓ જોવા મળ્યા છે. દેશમાં સહકારિતાને દરેક ગામ સુધી પહોંચાડવા માટે કુલ બે લાખ વધારાના પેક્સની રચના કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેમાં ખેતી, ડેરી, માછીમારી અને મીઠા પેક્સનો સમાવેશ થાય છે. સહકારિતામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે પેક્સ કમ્પ્યુટરીકરણની પ્રક્રિયાને ઝડપથી અમલમાં મૂકવામાં આવી છે. સહકારિતાના પુનરોજ્જીવનની કામગીરીમાં શાહે રાજ્યોને સાથે રાખી આગળ વધ્યા છે. જૂના સહકારી કાયદાઓમાં યોગ્ય સુધારાઓ કરીને નવી જોગવાઈ ઓ કરવામાં આવી છે. સહકારિતામાં કાનૂની સુધારાના ભાગરૂૂપે મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં જરૂૂરી સુધારાઓ કરવામાં આવ્યા છે. સહકારિતામાં ચૂંટણી માટે અલગથી "મધ્યવર્તી સહકારી ચૂંટણી અધિકરણ" ની સ્થાપના કરવામાં આવી છે.

પેક્સને સશક્ત બનાવવા માટે વેપાર પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવ્યા છે, જેમાં વિવિધ મંત્રાલયોની યોજનાઓનો સમાવેશ થયો છે. સહકારિતામાં યુવાનોને જોડવા માટે અનેક યોજનાઓ શરૂૂ કરવામાં આવી છે. સહકારિતામાં તાલીમપ્રાપ્ત કુશળ યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દેશની પ્રથમ "ત્રિભુવન સહકારી યુનિવર્સિટી" ની સ્થાપના કરવામાં આવી છે, જેમાં આ સત્રથી શિક્ષણ કાર્ય શરૂૂ થવા જઈ રહ્યું છે. આ યુનિવર્સિટી સહકારી વહીવટ, નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા, ડિજીટલ મેનેજમેન્ટ અને નીતિ નિર્માણ જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને સહકારી કર્મચારીઓને તાલીમ આપશે. આ યુનિવર્સિટી દ્વારા સહકારી બેંક, માર્કેટિંગ સંઘ, રહેઠાણ સમિતિઓ, કૃષિ સેવા સમિતિઓ અને અન્ય ક્ષેત્રોમાં કુશળ માનવ સંસાધનોની જરૂૂરિયાત પૂર્ણ થશે તેમ ઈફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement