For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GST કરચોરી અને સત્તાનો દુરપયોગ અટકાવવા સરકાર બનાવશે એસઓપી

01:18 PM Jun 11, 2025 IST | Bhumika
gst કરચોરી અને સત્તાનો દુરપયોગ અટકાવવા સરકાર બનાવશે એસઓપી

Advertisement

રાજ્યમાં કર પાલનને મજબૂત બનાવવા અને કરચોરી પર કડક કાર્યવાહી કરવા માટે તથા સત્તાના દુરૂૂપયોગને રોકવા માટે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST ) સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) બનાવવાની દિશામાં કાર્યરત છે. રાજ્યભરમાં જીએસટી વિભાગની રોડ પરની મોબાઇલ સ્કવોડની કામગીરીની પારદર્શિતા વધારવા કામગીરી ચાલી રહી છે.

મોબાઇલ સ્ક્વોડની કામગીરી માટે એસઓપી બનાવવામાં આવી રહી છે, તે અંતર્ગત GST ચોરી અટકાવવાના હેતુથી અમલીકરણ પગલાંને સુવ્યવસ્થિત કરવા, પારદર્શિતા વધારવા અને રોડસાઇડ ચેકિંગના સંચાલનમાં એકરૂૂપતા લાવવા માટે વિભાગ દ્વારા કઇ રીતે વધુ અસરકારક કામગીરી કરી શકાય તે દિશામાં મનોમંથન ચાલી રહ્યું છે.

Advertisement

સમગ્ર ગુજરાતમાં માલ પરિવહન થકી થતી કરચોરી પર અંકુશ લાવવા માટે સરકારમાં કસરત કરવામાં આવી રહી છે. પડોશી રાજ્યોમાંથી વધુ જીએસટી હોય તેવી કોમોડીટીની ઘૂસણખોરી મોટાપાયે અગાઉ થતી હતી અને તેના કારણે અનુમાનીત કરઆવકમાં ગાબડું પડતુ સરકારને દેખાઇ રહ્યું હતુ.

નવી બની રહેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં કરપાત્ર માલના અનધિકૃત પરિવહન દ્વારા કરચોરી શોધી કાઢવી અને અટકાવવી, GST અધિકારીઓ દ્વારા રોડ ચેકિંગના સંચાલનમાં જવાબદારી અને પારદર્શિતા બનાવવી, પ્રક્રિયાઓને ઔપચારિક બનાવીને, વિભાગીય કાર્યક્ષમતામાં સુધારો કરવાની આશા રાખે છે જ્યારે કાયદેસર વેપારમાં વિક્ષેપો ઘટાડવાની દિશામાં પણ ભાર મુકાયો છે.નિયમિત વેપાર પ્રવાહને અવરોધ્યા વિના ઉચ્ચ-જોખમવાળા ક્ધસાઇનમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે, ગુપ્તચર ઇનપુટ્સ અને ડેટા એનાલિટિક્સ પર આધારિત તપાસ હાથ ધરવામાં આવશે, તેની સાથે ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓના અધિકારોને પણ ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.નવી એસઓપીમાં ઇ-વે બિલ અથવા સંકળાયેલ દસ્તાવેજોમાં વિસંગતતાઓ જોવા મળે તો જ વાહનોને અટકાયતમાં લેવા, કાયદેસર રીતે નિર્ધારિત સમયમર્યાદામાં નિરીક્ષણ પૂર્ણ કરવું, કોઈપણ જપ્તી અથવા દંડના કિસ્સામાં યોગ્ય મેમો જારી કરવો સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement