For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જંત્રી અને FSIને અલગ રાખવા સરકાર તૈયાર: મુખ્યમંત્રીનો નિર્દેશ

12:07 PM Dec 23, 2024 IST | Bhumika
જંત્રી અને fsiને અલગ રાખવા સરકાર તૈયાર  મુખ્યમંત્રીનો નિર્દેશ

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત વિશાળ પ્રોપર્ટી ફેસ્ટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રિઅલ એસ્ટેટ ક્ષેત્રના ડેવલપર્સને કહ્યું હતું કે,જંત્રી અંગે તમામ વાંધાસૂચનો ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે અને ક્યાંક તો વધારો કરવાની રજૂઆત પણ સામે આવી છે.

Advertisement

તમામ વાંધાસૂચનોને ધ્યાનમાં રાખીને જે સારું થઇ શકે અને લોકો સુધી એનો લાભ પહોંચી શકે એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે. તે સિવાય જો રિઅલ એસ્ટેટ FSIમાં 1%નો વધારો ઇચ્છતી હોય તો સરકાર એની પણ તૈયારી છે અને જો એવું કહો કે જંત્રી અને FSIને ભેગું ન કરો તો એની પણ સરકારની તૈયારી છે.

પ્રોપર્ટી ફેસ્ટમાં શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિશેષ હાજરી આપી હતી. રિઅલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓની જંત્રીમાં કંઇક વ્યાજબી ઘટાડો કરવાની મંચ પરથી થયેલી રજૂઆતને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ કહ્યું હતું કે, જો સરકારને હાલ પ્રમાણે જ જંત્રી કરી દેવાની હોત તો એને પબ્લિક ડોમેઇનમાં મૂકવાની કોઇ જરૂૂર નહોતી, પરંતુ સરકાર સાચું અને સારું થાય અને કોઇને તકલીફ ન પડે એવું કામ કરવા માગે છે. જેથી કરીને નાગરિકો અને હિતધારકોના મંતવ્યો પણ સાંભળી શકાય. એમની જરૂૂરિયાતો પણ ખબર પડે અને સુધારાનો અવકાશ હોય તો એ પણ કરી શકાય. ક્યાંક તો જંત્રીમાં વધારો કરવાની રજૂઆત પણ અમને મળી છે.

Advertisement

એટલે એવું નથી કે જંત્રીમાં માત્ર ઘટાડો કરવાની જ રજૂઆત આવી રહી છે. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જે સારું થઇ શકે અને લોકો સુધી એનો લાભ પહોંચી શકે એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત બધી બાબતોમાં લીડ કરતું હોય તો રિઅલ એસ્ટેટમાં પણ કોઇ પણ નિયમોના ભંગ વિના આગળ વધવું જોઇએ. જો રિઅલ એસ્ટેટ ક્ષેત્રથી એવી માગ આવે કે FSI એક ટકા વધારી આપો તો સરકાર એ અંગે પણ વિચારી શકે અને જો એવું કહો કે જંત્રી અને ઋજઈંને ભેગું ન કરો તો એની પણ સરકારની તૈયારી છે, પરંતુ તમારા ક્ષેત્રની શું તૈયારી છે એ તો બતાવો. એફોર્ડેબલ હાઉસિંગ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા પણ બિલ્ડરોએ કરવા જેવી છે. હવે તો થ્રી અને ફોર બેડરૂૂમ પણ એફોર્ડેબલ હાઉસિંગમાં આવી ગયું છે ત્યારે ડેવલપર્સે પણ નાના માણસો માટે પણ ચાર કે પાંચ ટાવર બનાવતાં હોય તો એમાંથી એક ટાવર બે કે એક બેડરૂૂમવાળા હોવા જોઇએ. એ માટે સરકાર બિલ્ડર્સ સાથે ઊભી રહેવા તૈયાર છે.
જો એના માટે કોઇ સુવિધાઓ જુદી જોઇએ તો એ આપવા પણ સરકાર તૈયાર છે.

આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે,સસ્ટેનેબલ ગર્વમેન્ટ અને વિઝનરી લીડરશિપને કારણે ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.આજે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટો સંખ્યામાં રોકાણો થઈ રહ્યા છે જે દર્શાવે છે કે ગુજરાત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ધરાવતું રાજ્ય છે.

NAREDCOના ચેરમેન નિરંજન હીરાનંદાનીએ પોતાના વક્તવ્યમાં મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, જંત્રી અંગે સરકારે જરા સોચ વિચાર કરવાની જરૂૂર છે.જો જંત્રીના દર વ્યાજબી હશે તો પાંચ વર્ષ બાદ સરકાર માટે એની આવક 10 ગણી થઇ જશે. જો જંત્રી વ્યાજબી હશે તો એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ પણ વધશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement