ગુજરાતની તમામ ગ્રાન્ટેડ લો કોલેજની બીસીઆઇની ફી સરકારે ચૂકવી આપી
ગુજરાતની વિવિધ ગ્રાન્ટેડ લો કોલેજો દ્વારા ઓછી ફીમાં લોના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવતી ફી વધુ પડતી હોવા બાબતે આ ફી ગુજરાત સરકાર દ્વારા બીસીઆઈમાં ભરપાઈ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કાયદા મંત્રી ઋષીકેશભાઈ તથા શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા ગ્રાન્ટેડ કોલેજની દરખાસ્ત માન્ય રાખેલ અને તમામ કોલેજોની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ભરવાની બાકી ફી અને ભરેલ ફીની ચકાસણી કરી ગુજરાત સરકારે તમામ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાને રાખી અને 7,81,32,500 મંજુર કરેલ હતા.
બી.સી.આઈ. દ્વારા લેવામાં આવતી ફી અને નિરીક્ષણ ફી વધારા સામે કોર્ટમાં કરેલ કેસના ચુકાદાને આધીન ગ્રાન્ટેડ કોલેજની રકમ મંજુર કરેલ હતી. આ અંગે ગ્રાન્ટેડ કોલેજના પિન્સિપાલોએ મુખ્યમંત્રી, કાયદા મંત્રી તથા શિક્ષણમંત્રી પાનસેરીયાનું સ્મૃતિ ભેટ તથા બુકે આપી આભાર સન્માન કરેલ હતું. આ ઉપરાંત ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે. પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ ચેરમેન દિલીપ પટેલે સહકાર આપ્યો હોવા બાબતે તેમનું પણ ગોંડલ સુરેન્દ્રનગર જામનગરની લોકોને પ્રિન્સિપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.