અલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈ
ભાવનગર ના અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચરણ મળી આશરે બે હજાર વિઘામા છેલ્લા ત્રીસેક વર્ષથી થતા આવતા ગેર કાયદેસર બાંધકામ દૂર કરવાનો કડક આદેશ ના પગલે તંત્ર એક્શન મોડમા આવ્યું હતું. જેને લઈ દબાણ હટાવ કામગીરી સ્થગિત રાખવામાં આવે તેવી કોર્ટમાં માગેલ દાદ મા આજે 36 આસામીઓ એ જે અરજી કરી હતી તેને લઈ સ્ટે.ન મળતા દબાણ હટાવ કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીજી બે દાદ ની મુદત આગામી તા.24/12 ની પડીછે.
અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડના વિકાસ ની સાથે સાથે અહીં દબંગગિરી પણ શરૂૂ થઈ.
તે પૈકીની એક દબંગગીરી એટલે અલંગ મણારની સરકારી અને ગૌચરણ ની આશરે બે હજાર વિઘા જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરી ને ધંધા રોજગાર, રહેણાંક માટે કાચા પાકા મકાનો અને ધાર્મિક મકાનો પણ ઉભા થવા લાગ્યા હતા. સ્થાનિક તલાટી,પંચાયત બોડી થી લઈ જિલ્લા સ્તરના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઉભા થતા દબાણો પર રોક લગાવવામાં આવી નહિ.
અચાનક કડક કાર્યવાહી થતા દબાણકર્તાઓ મા ફફડાટ ફેલાઇ ગયોહતો. તંત્ર એ ગઈકાલે જ આખરી ઓપ આપી જરૂૂરું જેસીબી,ટ્રેકેટર,હિટાચી,એમ્બ્યુલન્સ,1 પો.ઇ,1પો.સ.ઇ,મહિલા સહિત પચાસ થી વધુ પોલીસ બળ સ્ટેન્ડબાય રાખી આજે સવારે 9 કલાક થી દબાણ હટાવ કામગીરી શરૂૂ કરવાની હતી. તેની સામેં 36 આસામીઓએ ગઈકાલ રવિવાર હોવા છતાંય હાઇકોર્ટ ના દ્વારા ખખડાવ્યા હતા.જેને લઈ તળાજા ડે. કલેકટર ને કોર્ટનું તેંડુ આવતા તેઓ વહેલી સવારે જ તળાજા થી નીકળી કલેકટર કચેરીના એડવોકેટ સાથે હાઇકોર્ટ પહોંચ્યા હતા.જ્યાં કોર્ટે દબાણકર્તા ઓની માગ ન સ્વીકારતા ડે.કલેકટર એ બુલડોઝર ફેરવવા નો આદેશ આપતા તળાજા મામલતદાર ની ટીમ આશરે 11.45 કલાકે કાર્યરત થઈ હતી.
ચુસ્ત બંદોબસ્ત સાથે મસ્જિદ મંદિર સહિતના રહેણાંક અને કોમર્શીયલ હેતુ માટે ઉભા કરાયેલ દબાણો ને તોડી પાડવામાં આવ્યાહતા.સાંજના 6.30 કલાક સુધી કાર્યવાહી શરૂૂ રહી હતી.આવતીકાલે ફરીને બુલડોઝર ફરી વલશે.જોકે પ્રારંભિક તબકકેજ ધાર્મિક સ્થાન ઉભું કરવામાં આવી રહયુ હતું ત્યાંથીજ જેસીબીએ તોડવાનું શરૂૂ કરતા જે લોકો માનતા હતા કે અંતિમ ઘડીએ દબાણ હટાવ કામગીરી બંધ રહશે તે શાનમા સમજી ગયા હતા ને સ્વયં દબાણદૂર કરવા લાગ્યા હતા.
જયભીમ ના નારા સાથે રેલી નીકળી
પાવલિયા વિસ્તારમા જ્યાં એકસો થી વધુ બાંધકામો થયા છે.રહેણાંક મકાનો બન્યા છે ત્યાં દલિત,માલધારી, કોળી સમાજ સહિતના એકસો થી વધુ પરિવાર રહે છે.ગૌચરણ ઉપર મકાન બનેલા છે.તંત્ર સક્રિય બનતા સૌને પોતાનું મકાન તૂટી પડશેતેવી ચિંતા હવે સતાવી રહી છે.દબાણ હટાવ કામગીરી ન થાય તેવું ઇચ્છિ રહ્યા છે જેને લઈ આજે મણાર ગામ થી પોલીસ ચોકી સુધી ડો.બાબા સાહેબ ની તસ્વીર અને જયભીમ ના નારાઓ સાથે રેલી યોજાઈ હતી.રેલીમા મહિલા પુરુષ સભ્યો જોડાયા હતા.
લોકશાહી છે એટલે સાંભળીશું:ડે.કલેકટર
ગૌચરણ પર ગેરકાયદેસર રીતે ઉભા થયેલા મકાનોદૂર ન કરવામાં આવે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેવી માંગ સાથે આવતીકાલે મંગળવારના રોજ તળાજા ડે.કલેકટર ને રજુઆત આવેદનપત્ર આપવા માટે લોકો આવવના છે તેવી વાત સામે આવતા ડે.કલેકટર એ જણાવ્યું હતુ કે લોકશાહી હોય સૌને રજુઆત કરવી અને અમોએ સાંભળવી જોઈએ.બાકી જે દબાણ છે તે બાબત ગેર કાયદેસર જ કહી શકાય.