ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બેટ દ્વારકામાં કુલ રૂ. 3.61 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

11:21 AM Jan 18, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ પર ચલાવવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનને શુક્રવારે એક સપ્તાહ પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે સાતમા દિવસે વધુ આઠ સ્થળ ઉપર દબાણ હટાવ ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાન દાંડી રોડ પર અનધિકૃત રીતે કરવામાં આવેલા દબાણ પર શુક્રવારે ડિમોલિશન અંગેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ 7614 ચોરસ મીટરની જગ્યા પર વણાંકવામાં આવેલા 8 રહેણાંક મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તેની સરકારી ચોપડે કિંમત રૂૂ. 3.61 કરોડ જાહેર કરવામાં આવી છે.

સાત દિવસ સુધીમાં કુલ રૂૂપિયા 62.73 કરોડની કિંમતની 1.22 લાખ ચોરસ મીટર જમીન પરના કુલ 406 દબાણોને હટાવવામાં આવ્યા છે. બેટ દ્વારકામાં રેકોર્ડ રૂૂપ આ ઝુંબેશની ગઈકાલે મહદ અંશે પૂર્ણાહુતિ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. આજે આઠમા દિવસે પણ જરૂૂરી કાર્યવાહી બાદ આગળની કામગીરી કરાશે તેમ જણાવાયું છે.
ગત તારીખ 11 જાન્યુઆરીથી ઓખા મંડળમાં શરૂૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ તેમજ સ્થાનિક મામલતદાર અને તેમની ટીમ દ્વારા શરૂૂ કરવામાં આવેલા મેગા ઓપરેશનમાં કોઈપણ જાતના અંતરાય વગર કામગીરી કરવામાં આવી છે. જેમાં સાત દિવસમાં 384 રહેણાંક, 13 અન્ય અને 9 કોમર્શિયલ સહિત કુલ 406 દબાણોને હટાવવામાં આવ્યા છે. જેમાં કુલ સવા લાખ ચોરસ મીટર જેટલી જમીન પર રૂૂપિયા 63 કરોડ જેટલી કિંમતનું જમીન દબાણ હટાવાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આજથી આશરે સવા બે વર્ષ પૂર્વે બેટ દ્વારકામાં તેમજ હર્ષદ, ભોગાત વિસ્તારમાં જુદા જુદા બે રાઉન્ડમાં કરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનની સમગ્ર રાજ્યમાં નોંધ લેવામાં આવી હતી. ત્યારે અહીંની કાર્યવાહીમાં કોઈપણ વિવાદ થયો ન હતો અને દરિયાકાંઠા વિસ્તારની લાખો ચોરસ ફૂટ જગ્યા પરનું અતિક્રમણ સફળતાપૂર્વક હટાવવામાં આવ્યું હતું. આ જ પ્રકારની થીયરી તાજેતરના બીજા રાઉન્ડમાં અપનાવવામાં આવી છે. જેમાં ઓપરેશન સ્થળે કડક પોલીસ બંદોબસ્ત અને યાત્રાળુઓની અવર-જવર પર પ્રતિબંધ તેમજ સ્થાનિક લોકોને ઘરમાં જ રહેવાનું અને મંદિરના દર્શન આમ જનતા માટે બંધ રાખવા સહિતના પગલાંઓ લેવામાં આવતા એકંદરે આ બાબતને સફળતા મળી છે. જેમાં જિલ્લા પોલીસ વડા તેમજ સ્ટાફનું નક્કર આયોજન આવકારદાયક બન્યું હતું.

દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા પણ ધોરણસરની નોટિસ પ્રક્રિયા તેમજ જમીનના સરવે સહિતની પૂર્વયોજિત આયોજનબદ્ધ કામગીરીને પણ નોંધપાત્ર સફળતા મળી છે.બેટ દ્વારકા, હનુમાન દાંડી મંદિરને ચાર દિવસ પછી યાત્રિકો માટે રાબેતા મુજબ ખોલી દેવામાં આવ્યા છે.

દબાણને અનુલક્ષીને સોમવારે તંત્રને આવેદન અપાશે

ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગૌસેવા અને ગૌરક્ષા કરતા કાર્યકરો દ્વારા કરવામાં આવેલા ખાસ આયોજનના ભાગરૂૂપે જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગૌચરની જગ્યા પરના થયેલા દબાણના મુદ્દે સોમવાર તારીખ 20 ના રોજ અહીંના જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવાનું મુકરર કરવામાં આવ્યું છે.

Tags :
DemolitionDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Advertisement