ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર-પેન્શન ચૂકવાશે

01:01 PM Oct 11, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વખતે દિવાળી બમણી ખુશી લઈને આવી છે. ગુજરાત સરકારે ઓક્ટોબર-2025 માસનો પગાર અને પેન્શન નિયત સમય કરતાં વહેલો ચૂકવવાની જાહેરાત કરી છે.

Advertisement

સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને તેમના પગાર અને ભથ્થાં તે મહિના પછીના મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન મળે છે. જો કે, આ વર્ષે 20 ઓક્ટોબર 2025ના રોજ દિવાળીનો તહેવાર હોવાથી સરકારે કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે પગલું ભર્યું છે.
સરકારના પરિપત્ર અનુસાર, ઓક્ટોબર-2025 માસના પગાર-ભથ્થાં અને પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે તારીખ 14.10.2025, 15.10.2025 અને 16.10.2025 દરમિયાન કરવામાં આવશે. એટલે કે, કર્મચારીઓના ખાતામાં દિવાળીના તહેવાર પહેલા જ રકમ જમા થઈ જશે.

આ નિર્ણય માત્ર રાજ્ય સરકારના નિયમિત કર્મચારીઓ કે પેન્શનરો પૂરતો સીમિત નથી, પરંતુ તેનો લાભ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ અને કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓને પણ મળશે.

Tags :
Government employeesgujaratgujarat govermentgujarat news
Advertisement
Next Article
Advertisement