For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી કર્મચારીઓને દિવાળીનું મિનિ વેકેશન, સળંગ આઠ દિવસની રજાની મજા

12:59 PM Oct 08, 2025 IST | Bhumika
સરકારી કર્મચારીઓને દિવાળીનું મિનિ વેકેશન  સળંગ આઠ દિવસની રજાની મજા

તા.12 અને 24ની રજા જાહેર, વિકલ્પે બે શનિવાર ભરવાના રહેશે

Advertisement

સરકારે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસે રજા જાહેર કરી છે. આથી, દિવાળી પર્વ દરમિયાન 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસની રજા કર્મચારીઓને મળશે. આ વર્ષે 20 ઓક્ટોબરે સોમવારે દિવાળી છે અને 22 ઓક્ટોબર બુધવારે બેસતું(નૂતન) વર્ષ છે, જ્યારે 23 ઓક્ટોબર ગુરૂૂવારે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા છે. ત્યારબાદ 25 ઓક્ટોબર શનિવાર અને 26 ઓક્ટોબરના રોજ રવિવારે જાહેર રજા આવે છે.

આ રજાઓ વચ્ચે તારીખ 12 ઓક્ટબર મંગળવાર અને 24 ઓક્ટોબર શુક્રવારે સરકારી કચેરીઓ ચાલુ રહેતી હોય છે, પરંતુ આ બંને પડતર દિવસોમાં સરકારી કચેરીઓ બંધ રહેશે. હવે પડતર દિવસે (21 ઓક્ટોબર અને 24 ઓક્ટોબર) રજા જાહેર કરાતાં રવિવારથી રવિવાર સુધી મિની વેકેશન જેવો માહોલ જામશે.

Advertisement

રાજ્ય સરકારે કર્મચારીઓને પોતાના વતનમાં પરિવાર સાથે તહેવાર ઉજવવાની સુવિધા માટે આ બંને દિવસોને પણ રજાના રૂૂપમાં જાહેર કર્યા છે. તેના બદલામાં તા. 8 નવેમ્બર 2025, બીજો શનિવાર અને તા. 13 ડિસેમ્બર 2025, બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર વર્ષ 2025 માટેની જાહેર રજાઓ મુજબ દિવાળી પર્વ દરમિયાન અનેક રજાઓ આવે છે.

કયારે રજા
- 19 ઓક્ટોબર (રવિવાર) - રજા
- 20 ઓક્ટોબર (સોમવાર) - દિવાળી
- 21 ઓક્ટોબર (મંગળવાર) - પડતર દિવસે રજા જાહેર
- 22 ઓક્ટોબર (બુધવાર) - નૂતન વર્ષ દિન
- 23 ઓક્ટોબર (ગુરુવાર) - ભાઈબીજ
- 24 ઓક્ટોબર (શુક્રવાર) - પડતર દિવસે રજા જાહેર
- 25 ઓક્ટોબર (શનિવાર) - ચોથો શનિવાર
- 26 ઓક્ટોબર (રવિવાર) - રવિવાર

Advertisement
Tags :
Advertisement
Advertisement