For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTEમાં આવક મર્યાદા રૂા.6 લાખ કરવા સરકારની વિચારણા: શિક્ષણમંત્રી પાનશેરિયા

04:52 PM Mar 13, 2025 IST | Bhumika
rteમાં આવક મર્યાદા રૂા 6 લાખ કરવા સરકારની વિચારણા  શિક્ષણમંત્રી પાનશેરિયા

રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂૂપિયા સુધી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર તેમાં વધારો કરી શકે છે. હવે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખ રૂૂપિયા કરવામાં આવી શકે છે. તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે.રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી શકે છે. જો સરકાર આ નિર્ણય લાવશે એટલે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને તેનો લાભ મળી શકે છે. આ સાથે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ વધારવામાં આવી છે.

Advertisement

ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે તારીખ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂૂકરવામાં આવી હતી. પરંતુ આરટીઈની વેબસાઈટ ઉપરયુઝરની સંખ્યા વધી જવાને કારણે અને પોર્ટલ ધીમું ચાલવાને લીધે શિક્ષણ વિભાગે વાલીઓના હિતમાં ફોર્મ ભરવાની મુદ્દતઆગામી તારીખ 16 માર્ચ સુધી વધારી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આરટીઈહેઠળ આશરે 10 હજારથી વધુ ફોર્મ અત્યારસુધીમાં ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. હજુ16મી સુધી મુદ્દતવધારવામાં આવતાજે વાલીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે અથવા ડોક્યુમેન્ટને લીધે ભરી શક્યા નથી તેઓને હજુસમય મળશે.વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઈટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા તા.16 માર્ચના રાત્રીના 12.00 વાગ્યા સુધી વધારવામાં આવે છે.

જિલ્લાકક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે મંત્રી ડિંડોરે કહ્યું કે વર્ષ 2015-16થી દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટ-2009 હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ, સ્કૂલબેગ માટે વિદ્યાર્થીદીઠ રૂૂ. 3000 સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ જ પ્રકારે, આવી દરેક શાળાને પણ વિદ્યાર્થીદીઠ ચૂકવાતી રકમમાં વર્ષ 2022-23થી વધારો કરીને હાલ રૂૂ. 13,675ની રકમ સીધી જ બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement