શ્રમિકો પાસેથી 9ના બદલે 12 કલાક કામ લેવાની સરકારની છૂટ
ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગોને શ્રમિકો પાસેથી દિવસના 9ને બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છુટ આપવામાં આવી છે. જેના પગલે કામદાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કારખાના-ફેક્ટરી, ઉદ્યોગોમાં ગરીબ શ્રમિકોને 8 કલાક કામ કરવાનું રોજનું વેતન રૂૂપિયા 497 મળે છે એક કલાકની રિસેસ સાથે 9 કલાકની પાળીમાં હજારો કામદારો કામ કરી રહ્યા છે.
ગુજરાત સરકારે વટ હુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો છે. હવે શ્રમિક-કામદારઓએ અઠવાડિયામાં એક દિવસ 12 કલાક ફરજિયાત કામ કરવું પડશે. મહિલા શ્રમિકોને લેખિતમાં સંમતિના આધારે કામ લઈ શકાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને લીને કામદાર સંગઠનોનો ગુસ્સો સાતમા આસમાને છે. તેમનું કહેવું છે કે એવું તો શું થયું કે, ગરીબ કામદારોના કલાકોમાં વધારો કરવાનો વટહુકમ રાતો રાત કરવો પડ્યો આ અગાઉ આકરી ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવા માટે શ્રમિકો માટે જરૂૂરી પગલાં લેવા સરકારને રજૂઆત કરાઈ હતી.
ગુજરાત સરકારના આ નિર્ણય સામે કામદાર સંગઠનોએ મત વ્યક્ત કર્યો કે આ વટહુકમ ગરીબ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથેની રમત છે. એકધારા કામને લીધે તેમના સ્વાસ્થ્ય જોખમાશે. આ ઉપરાંત વધુ કામને કારણે રોજગારી ઘટશે, સરકારે આ નિર્ણય માત્ર મૂડીપતિ-ઉદ્યોગપતિઓને રાજી કરવા લીધો છે.