જૂની પેન્શન યોજનાના લાભાર્થી કર્મીઓને ઓનલાઈન અરજી કરવા સરકારની સુચના
જૂની પેંશન યોજનાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના જાહેર કરવામાં આવી છે. જે કર્મચારીઓએ યોજનાનો લાભ મેળવવા પરિપત્ર જાહેર કર્યો છે, જે માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓ અધિકારીઓએ કરવાની અરજી રહેશે. કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવાને લઈ પરિપત્ર જાહેર કરાયો છે. જે પાત્રતા ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ અરજી કરવાની રહેશ. પોતાની કચેરીમાં 3 માસમાં અરજી કરવાની રહેશે. જે અંગે નાણાં વિભાગ દ્વારા થતી કામગીરીને લઈ વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં નિવૃત્તિ અને અન્ય ટેકનીકલ મુદ્દાઓની સ્પષ્ટતા પણ કરવામાં આવી છેરાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે.નિવૃતિ સમયે કર્મચારીના પગારની અડધી રકમ પેન્શન તરીકે આવે છે. કર્મચારીના છેલ્લા બેઝીક પગાર અને મોંઘવારી ભથ્થા પ્રમાણે પેન્શન નક્કી થાય છે. કર્મચારીઓના પગારમાંથી રૂૂપિયા કપાતા નહતા. કર્મચારીઓને સરકારની તિજોરી માંથી પેન્શન ચુકવવામાં આવે છે. પેન્શન સ્કીમમાં 20 લાખ રૂૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી મળે છે અને નિવૃત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યને પેન્શન મળે છે. કર્મચારીઓને દર 6 મહિના પછી ઉઅ આપવાની જોગવાઈ છે.