નિવૃત્તિના આગલા દિવસે IPS અભયસિંહ ચુડાસમાનું રાજીનામું મંજૂર કરતી સરકાર
ગુજરાત પોલીસમાંથી આજે તા.31 ઓકટોબરના રોજ સેવા નિવૃત્ત થઈ રહેલ આઈપીએસ અધિકરી અભયસિંહ ચુડાસમાનું નિવૃતીના આગલા દિવસે તા.30 ઓકટોબરે સરકારે રાજીનામું મંજૂર કર્યું છે. IPS અભયસિંહ ચુડાસમાએ ગત તા.3 જાન્યુઆરીના રોજ રાજીનામું આપ્યું હતું પરંતુ સરકારે આ રાજીનામું ઠેઠ ચુડાસમાની નિવૃત્તીના આગલા દિવસે મંજૂર કર્યુ હતું. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગઈકાલે નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં ગુજરાતકેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી અભય ચુડાસમાને નિવૃત્તિ માટે મંજૂરી અપાઈછે.
અભય ચુડાસમા 31 ઓક્ટોબર 2025ના રોજ (કાર્યાલય સમય બાદ) વય નિવૃત્તિ હાંસલ કરશે.અભય ચુડાસમા વર્ષ 1999 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલ તેઓ ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાત પોલીસ વિભાગમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે અને પ્રશાસનિક તેમજ તાલીમ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ નિવૃત્તિનો આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે જાહેર કરવામાં આવ્યો છે અને આ માટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસે હસ્તાક્ષર કર્યા છે.
અભય ચુડાસમા ગુજરાત પોલીસમાં એક અનુભવી અને પ્રશિક્ષિત અધિકારી તરીકે ઓળખાય છે. તેમની ફરજ દરમિયાન અનેક મહત્વપૂર્ણ તપાસો અને પ્રશાસનિકસુધારાઓને આગળ ધપાવ્યા હતા. નિવૃત્તિ બાદ તેઓ પોલીસ સેવા ક્ષેત્રમાં પોતાના અનુભવોને આધારે માર્ગદર્શનરૂૂપ ભૂમિકા નિભાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.ગુજરાત પોલીસ એકેડેમી તેમજ અન્ય વરિષ્ઠઅધિકારીઓએ તેમનો સેવાકાળને યાદગાર રહેશે. 31 ઓક્ટોબરે તેઓ સત્તાવાર રીતે સેવાનિવૃત થશે.
