વિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા ઝીંદાબાદ નારા લગાવ્યા, કેટલાય રાજકિય પંડિતો અવાચક
જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું. જેમા ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવ્યો છે. વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી. વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં વિસાવદરમાં આપ ના ગોપાલ ઈટાલિયાની 17,581. મતથી જીત થઈ છે.
વિસાવદર બેઠક પર ફરી એકવાર આપ નો કબ્જો થયો છે, ભાજપના કિરીટ પટેલ ત્રીજી વાર હારાવી વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માં હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીઆ ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઇ હતી. ભુપત ભાયાણી 2024,માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે અને 2022 માં આપ ઉમેદવાર સામે હારનાર કિરીટ પટેલની ફરી એ જ સ્થિતિ થઇ છે.
જો કે કિરીટ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી-માં2022,પણ વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રિબડીયા સામે ચૂંટણી હારી ગયા હતા. આમ, એક જ બેઠક પર ભાજપ નેતા કિરીટ પટેલ ત્રણ ચૂંટણીમાંથી એક વાર કોંગ્રેસ સામે અને બે વાર આપ સામે હારી ગયા છે. 2024,માં કોંગ્રેસ પાસેથી આંચકેલી વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે. આ જ વર્ષમાં ગોપાલ ઈટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી હતી.
આ ઓડિયો આખા ગુજરાતમાં વાઇરલ થયો હતો અને ગોપાલ ઈટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું, જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પ્રદેશ પ્રમુખ બન્યાં. 2024,ની વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા અને હારી ગયા હતા. જ્યારે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માં તેમના ભાગ્યે જીતનો તાજ આવ્યો છે.