For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીરસોમનાથ જિલ્લામાં ખનીજચોરી કરતા ઇસમોનો 50 લાખનો માલ સીઝ

12:06 PM Mar 26, 2025 IST | Bhumika
ગીરસોમનાથ જિલ્લામાં ખનીજચોરી કરતા ઇસમોનો 50 લાખનો માલ સીઝ

Advertisement

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની તપાસ ટીમ દ્વારા બ્લેકટ્રેપ અને લાઈમસ્ટોન ખનીજનું બિનઅધિકૃત વહન કરી ખનીજ ચોરી કરવા બદલ કુલ રકમ રૂૂ. 50 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં જલુ રાજદીપ દિલીપભાઇનું વાહન ડ્મ્પર નં-GJ-13-AW-7003, સોલંકી રાહુલ રામભાઇનું વાહન નં-GJ-27-TD-7940 તથા શક્તિ એન્ટરપ્રાઇઝનું વાહન ડ્મ્પર નં.J-01-DU-6739 આમ આ ત્રણે વાહનમાં ભરેલ બ્લેકટ્રેપ(બોલ્ડર) ખનીજ વહન કરવા માટેનો રોયલ્ટીપાસ કરતા વધુ ખનીજનું બિનઅધિકૃત વહન કરવા બદલ સીઝ કરી કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ઇણાજ ખાતે રાખવામાં આવ્યાં છે.

Advertisement

આ જ રીતે સોલંકી કરશનભાઇ રાણાભાઇનું વાહન ટ્રેક્ટર નં- GJ-32-AG-8899 દ્વારા રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજનું વહન કરવા બદલ સીઝ કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે.આમ, ઉપરોક્ત ઇસમો દ્વારા ખનીજ ચોરી કરવા બદલ કુલ રકમ રૂૂ. 50 લાખનો મુદ્દામાલ સીઝ કરી દંડની રકમ વસૂલવા બાબતે વહીવટી તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement