For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી કર્મચારીઓ કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું

03:29 PM Apr 16, 2025 IST | Bhumika
સરકારી કર્મચારીઓ કર્મચારીઓ માટે ખુશખબર  સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Advertisement

રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રી ના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૬ ટકાનો વધારો કરવામાં આવેલ છે.

પ્રવક્તા મંત્રી એ જણાવ્યુ કે, આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૮ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૧ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૨૩૫ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૯૪૬ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે તેમ પણ પ્રવક્તામંત્રી એ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement