For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં ફાધર દ્વારા શિક્ષિકાને માનસિક ત્રાસ, પોલીસમાં રજૂઆત

12:09 PM Oct 07, 2024 IST | Bhumika
ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં ફાધર દ્વારા શિક્ષિકાને માનસિક ત્રાસ  પોલીસમાં રજૂઆત
Advertisement

શિક્ષિકાએ પોલીસમાં લેખિત ફરિયાદ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ

અત્રેની સેન્ટમેરી સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહીલાએ સ્કુલનાં ફાધર દ્વારા રજા અંગે માનશીક ત્રાસ અપાતો હોવાની લેખિત ફરિયાદ એથડીવીઝન પોલીસમાં કરીછે.બીજી બાજુ રજા રીપોર્ટ અંગે ઠપકો આપ્યા સિવાય બીજુ કઇ બન્યુ નથી તેવો બચાવ ફાધર દ્વારા કરાયો છે.શિક્ષિકાની ફરિયાદનાં પગલે શિક્ષણ જગતમાં ચકચાર જાગી છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની સેન્ટમેરી સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને કૈલાશબાગ સોસાયટી માં રહેતા અંજલીબેન ઉનડકટે સ્કુલ નાં પ્રિન્સિપાલ ફાધર સિજો વિરુદ્ધ એ ડીવીઝન પોલીસમાં લેખીત રજુઆત કરી જણાવ્યું કે બીમારી સબબ પોતે રજા ઉપર હોય સ્કુલ નાં નિયમ મુજબ કો-ઓર્ડીનેટરને વોટસઅપ મેસેજ દ્વારા જાણ કરી હતી.તેમ છતા પ્રિન્સિપાલ ફાધર સિજો દ્વારા હાજરી પત્રકમાં કપાત પગારે રજા મુકી અન્યાય કરાયો હતો. ફરજ પર હાજર થઈ આ અંગે ફાધર ને રજુઆત કરતા તેમણે ગેરવર્તન દાખવી અપમાન કરી ધાકધમકી આપી માનશીક ત્રાસ અપાયો હતો.

ફાધર સિજો સામે અમોને કાયદાકીય રક્ષણ આપવા અને તેની સામે કડક કાર્યવાહી કરવા રજુઆત માં જણાવાયુ હતું. બીજી બાજુ પ્રિન્સિપાલ ફાધર સિજો દ્વારા બચાવ કરાયો હતો કે અંજલીબેન દ્વારા રજા અંગે જાણ નહી કરાતા નિયમ મુજબ કપાત પગાર ની રજા કરાઇ હોય તેમણે જુઠ્ઠા આક્ષેપ કરી પોલીસમાં રજુઆત કરીછે.વાસ્તવ માં કોઈ માનશીક ત્રાસ અપાયો નથી. બનાવ અંગે એ ડીવીઝન પોલીસ નાં દિવ્યરાજસિંહ જાડેજાએ તપાસ હાથ ધરીછે.

Advertisement
Tags :
Advertisement
Advertisement