ગોંડલ વિશ્ર્વહિન્દુ પરિષદના પ્રમુખ રાદડિયાનું રાજીનામુ
ગોંડલ હિન્દુ વિશ્વ પરિષદનાં પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડીયાએ વિશ્વ હિન્દુ પરિષદનાં જીલ્લા અધ્યક્ષ કનુભાઈ કાલુને પ્રમુખ પદેથી સ્વૈછીક રાજીનામુ આપી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં માનશીક દબાણથી રાજીનામુ આપવા ફરજ પડ્યાનો આક્ષેપ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ પદેથી રાજીનામુ આપનાર પિયુષ રાદડીયાએ જણાવ્યુ કે અમો છેલ્લા 6 મહિનાથી ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવીએ છીએ અને સમાજ સેવા માટે કાર્યરત છીએ.
અમોની નિમણૂક થઈ તે સમયથી જ નિમણૂક માટે અમારા નામની દરખાસ્ત મૂકનાર ગોંડલના હિરેનભાઈ ડાભી ઉપર અમારા રાજકીય હરીફ એટલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક તથા રાજકીય કાવાદાવા કરી અતિશય દબાણ લાવી અમોને આ જવાબદારીમાંથી રોકવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. તથા હિરેનભાઈ અને ગોંડલના જ વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં નિષ્ઠા પૂર્વક વર્ષોથી જવાબદારી નિભાવતા ધર્મેન્દ્રભાઈ રાજાણી ઉપર પણ એન કેન પ્રકારે દબાણ લાવી અમોને અધ્યક્ષ તરીકેના હોદા ઉપરથી દૂર કરવા માટે એન કેન પ્રકારે કાવતરા કરવામાં આવેલ.
હનુમાન જયંતિ જેવા ધાર્મિક પર્વમાં પણ રાજકારણ લાવી હનુમાન જયંતીની શોભાયાત્રામાં જો અમોની હાજરી હશે તો પૂર્વ ઘારાસભ્ય તથા તેમના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ હાજર નહીં રહે તેવો વ્યક્તિગત વિરોધ કરી ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ ના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું.આવા દબાણને પણ વશ ન થઇને અમોએ વિશ્વ હિન્દુ પરિષદમાં રહીને સનાતન ધર્મનું કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેથી જ અમારા ઉપર ખોટા ગુન્હાઓ દાખલ કરીને અમારા પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. આટલે થી ન અટકતા અમારી કાયદાકીય પ્રોસેસ પૂરી થઈ ગયા હોવા છતાં આ વ્યક્તિ દ્વારા અમારો બુલંદ અવાજ દબાવા માટેન કાવાદાવા હજુ પણ ચાલુ છે.
અમો આવા કોઈ પણ પર્કારના કાવાદાવાને વશ થઈએ તેમ નથી. પરંતુ અમોના હવે આ ગોંડલ શહેરના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે રહેવાથી હિરેનભાઈ ડાભી, ધર્મેન્દ્રભાઈ રાજાણી તથા ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો તથા કાર્યકર્તાઓને પણ માનસિક દબાણમાં રહેવું પડતું હોય તથા તેમના ઉપર માનસિક, પારિવારિક તથા ધંધાકીય ક્ષેત્રે પણ હેરાનગતિ થતી હોય અમો આ હોદા ઉપર રહેવા માંગતા નથી જેથી વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ શહેરે પ્રમુખ તરીકેના હોદા ઉપરથી સ્વૈચ્છિક રાજીનામુ આપીએ છીએ.
આ તમામ ઘટનાક્રમો ઉપરથી સ્પષ્ટ દેખાય આવે છે કે ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તથા બજરંગ દળ જેવી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી. જેથી અમારું રાજીનામુ મંજૂર કરવા વિનંતી છે
