For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ ગણેશની જામીન અરજીની સુનાવણીમાં તા.4 ઓકટોબરની મુદત

05:07 PM Sep 30, 2024 IST | Bhumika
ગોંડલ ગણેશની જામીન અરજીની સુનાવણીમાં તા 4 ઓકટોબરની મુદત
Advertisement

ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર જયોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાની આજે હાઈકોર્ટમાં જામીન અરજીની નીકળેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આગામી તા.4 ઓકટોબરની મુદત નાખતા લગભગ છેલ્લા ચારેક માસથી જેલમાં રહેલા ગણેશસિંહ જાડેજાનો જેલવાસ લંબાયો છે.

જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી ગોંડલમાં ગોંધી રાખી ઢોર માર મારવાના કેસમાં ગણેશસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે અપહરણ, કાવતરું તથા એટ્રોસિટી એકટ સહિતની કલમો લગાડવામાં આવી હતી. નીચલી કોર્ટે ગણેશ જાડેજાના જામીન અરજી નામંજૂર કર્યા બાદ તેણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે જો કે, આજે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જામીન અરજીની વધુ સુનાવણી આગામી તા.4 ઓકટોબરના રોજ મુલતવી રાખી હતી.હવે તા.4 ઓકટોબરના રોજ ગણેશ જાડેજાને જામીન મળે છે કે જેલવાસ લંબાય છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement