For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના દંપતી દ્વારા બગદાદના વેપારી સાથે 1.87 કરોડની છેતરપિંડી

12:43 PM Dec 02, 2025 IST | Bhumika
ગોંડલના દંપતી દ્વારા બગદાદના વેપારી સાથે 1 87 કરોડની છેતરપિંડી

તલ અને મગફળી ઇરાક મોકલવા માટે કરાર કરી એડવાન્સ રૂપિયા લઇ લીધા બાદ માલ નહીં મોકલતા પોલીસ ફરિયાદ

Advertisement

ગોંડલમાં રહેતા દંપતીએ ઈરાકના બગદાદના વેપારીને સારી ગુણવત્તા વાળા તલ અને મગફળી મોકલવાના નામે શીશામાં ઉતારી રૂૂ.1.87 કરોડની છેતરપિંડી કરતા આ મામલે બગદાદના વેપારીના સલાહકાર તરીકે કામ કરતા વેપારીએ ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ તમીલનાડુના મદુરાય (સાઉથ) વિરાગનુરમાં વેલામલ એન્જિન્યરીંગ કોલેજ પાસે ભારત હાઉસીંગમાં A-2, 3RD એવન્યુ, અનનાઇમાં રહેતા અને લીગલ ક્ધસલટન્ટ તરીકે કામ કરતા રામકુમાર નાગનાથને નોંધાવેલી ફરિયાદમાં ગોંડલના કર્તવ્ય ઇનકોર્પોરેશન નામની પેઢીના સંચાલક ગાયત્રીનગર-2 ગોંડલમાં રહેતા સોનલ પટેલ અને તેના પતિ ઉર્વીશ પટેલનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇરાકના બગદાદા શહેર ખાતે M/S. WADI ALSHAHAD CO MPANY FOR GENERAL TRADING COMPANY LTDના માલીક અબ્દુલા રજાક રાધીની કંપનીનુ ભારત દેશનુ અને પુનાના મોહમદ યુસુફ અંસારીનું છેલ્લા પાંચ વર્ષથી લીગલ વર્કનું કામ કાજ કે છે. ઇરાકના બગદાદામા રહેતા અબ્દુલા રજાક રાધી અને મોહમદ યુસુફ અંસારીએ આપેલી પાવર ઓફ એટર્નીને આધારે પોલીસ ફરિયાદ કરી છે.

Advertisement

ઇરાકના બગદાદામા રહેતા અબ્દુલા રજાક રાધીને જાન્યુઆરી-2024માં ગોંડલના સોનલ પટેલનો વોટસએપમાં કોલ આવ્યો હતો અને પોતે તલ તેમજ મગફળીના મોટા વેપારી હોવાનુ જણાવેલ અને તેઓ મોટા દેશોમા વેપાર ધંધો અને એકસપોર્ટ કરતા હોવાનુ જણાવી પોતાના જી.એસ.ટી.સર્ટી તથા એકસપોર્ટ ઇમ્પોર્ટના સર્ટી વોટસએપ ઉપર મોકલેલ અને તલ અને મગફળી નો માલ સારી ગુણવતા વાળો પોતાની પાસે હોવાનુ જણાવી વેપાર કરવા જણાવેલ જેથી અબ્દુલા રજાક રાધીને વિશ્વાસમા આવેલ અને સોનલ તેમજ તેના પતિ ઉર્વીષ પટેલ સાથે તલ તથા મગફળી ખરીદ કરવાનું નક્કી કરેલ અને આ માલ ખરીદવા માટે મે અબ્દુલા રજાક રાધીએ કર્તવ્ય ઇનકોર્પોરેશન નામની પેઢી સાથે સેલ્સ કોન્ટ્રાકટ સાઇન કરેલ જેમા 108 મેટ્રીક ટન મગફળી તથા 54 મેટ્રીક ટન તલ સોનલ તથા ઉર્વીષ પટેલે ઇરાક ખાતે કંપનીમા મોકલવાના હતા.

આ 108 મેટ્રીક ટન મગફળીના અમેરીકન ડોલર 1,03, 680 તથા 54 મેટ્રીક ટન તલના અમેરીકન ડોલર 84,240 થાય તે ચુકવી આપવા સોનલ પટેલે અબ્દુલા રજાક રાધીને કહેલ કે જેથી તમારો માલ તાત્કાલીક મોકલી આપુ તેવી ખાતરી આપી ગોડાઉનમા રહેલ તલ તથા મગફળીના ફોટા તથા વીડીયો વોટસએપમા મોકલેલ જે થી અબ્દુલા રજાક રાધીને વિશ્વાસ આવતા તા-12/03/2025 ના રોજ રૂૂ.1.87 કરોડ સોનલ પટેલના કોટક મહિન્દ્રા બેંક ગોડલ બ્રાંચના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ બાદ આ સોનલ પટેલને તલ તથા મગફળી મોકલવા જણાવતા અબ્દુલા રજાક રાધી સાથે બહાના બાજી કરેલ જેથી અબ્દુલા રજાક રાધીએ તેમણે મોકલેલ પેમેન્ટ પરત કરવા અથવા માલ મોકલવા બાબતે જણાવેલ છતા આ સોનલ પટેલ અને ઉર્વીષ પટેલ માલ મોકલતા નથી કે પેમેન્ટ પરત આપતા ન હોય આ બાબતે અબ્દુલ રજાક રાધી એ વાત કરેલ જેથી લીગલ ક્ધસલટન્ટ તરીકે કામ કરતા રામકુમાર નાગનાથને તથા મોહમદ યુસુફ અંસારીએ અબ્દુલા રજાક રાધીને આ બાબતે ભારતના લોકલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ માટેની વાત કરી હતી. અબ્દુલ રજાક રાધી કહેલ કે હુ મારો વેપાર ધંધો મુકી ત્યા આવી શકુ તેમ નથી જેથી આ અબ્દુલ રજાક રાધીએ આ સોનલ પટેલ તથા ઉર્વીષ પટેલ વિરૂૂધ્ધ કાનુની કાર્યવાહી કરવા રામકુમાર નાગનાથન અને મોહમદ યુસુફ અંસારીને પાવર ઓફ એટર્ની આપી હતી.

ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા સોનલ પટેલ તથા તેના પતિ ઉર્વીષ પટેલ વિરુધ્ધ અરજી આપતા આ સોનલ પટેલે તા-05/08/20252025ના રોજ તેની પેઢીના ખાતા માંથી મોહમદ યુસુફ અંસારીની પેઢીમા અબ્દુલા રજાક રાધી વતી રૂૂ.3,00,000 ટ્રાન્સફર કરેલ અને બીજા રૂૂપીયા પણ ટુક સમયમા આપી દેવા મૌખીક જણાવતા આ અરજી ફાઈલે કરાવી દીધેલ પરંતુ જે બાદ રામકુમાર નાગનાથન અને મોહમદ યુસુફ અંસારીએ સોનલ પટેલને બાકીના રૂૂપીયા બાબતે અવાર નવાર પુછતા તેઓ રૂૂપીયા આપતા ન હોય જેથી સોનલ પટેલ તથા ઉર્વીષ પટેલ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement