ગોંડલના કોંગ્રેસી આગેવાન યતિશ દેસાઇને બિલિયાળાના સરપંચની ધમકી
કોઇક ને કોઇક મુદે ગોંડલ હમેંશા ચમકતું રહેછે.ત્યારે કોંગી આગેવાન યતિશ દેસાઈ એ કરેલી રજૂઆત ચર્ચાસ્પદ બનીછે.ગોંડલ નાં કોંગી આગેવાન યતિશ દેસાઈ એ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી હતી કે તાજેતર માં હર્ષ સંઘવી ગોંડલ રમાનાથધામ આવ્યા ત્યારે તેમને આવકારવા રમેશભાઈ ઘડુક સહિત પાંચ સાત લોકો રમાનાથધામ હાજર હતા.અનેં રમેશભાઈ ધડુકે આપને તે લોકોની ઓળખાણ કરાવતા આપે જે વ્યક્તિ ની પીઠ થાબડી તે બીલીયાળાનાં સરપંચ લાલાભાઇ રુપારેલીયા ગુન્હાહીત કૃત્યો માં સંડોવાયા છે.
તેની પીઠ થાબડવાથી પોલીસ નું મોરલ ડાઉન થયુછે.રમેશભાઇ ધડુક માટે પણ આ શોભાસ્પદ નથી.આ અંગે યતિશ દેસાઈ એ ગૃહમંત્રી ને ઇમેલ કરી બાદ માં અખબારો માં પ્રેસનોટ રીલીઝ કરી હતી.
દરમ્યાન યતિશ દેસાઈ ને મોબાઇલ દ્વારા ધમકી મળતા તેમણે જીલ્લા પોલીસ વડા ને રજુઆત કરી જણાવ્યુ કે મેં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગ્રહમંત્રીશ્રી હર્ષ સંઘવીને એક ઈમેઈલ કરેલ હતો અને તે કાગળની નકલ મે પ્રેશ રીપોર્ટેરોને પણ આપેલી હતી. જેના સંદર્ભેમાં આ ઈમેઈલ કરેલ હતો તે બિલીયાળાનો સરપંચ લાલા રૂૂપારેલીયાએ પોતાના મોબાઈલ નં. 99096 26026 માંથી સાંજે 4 વાગ્યે અને 5 મીનીટે મને કોલ કરેલ અને આ ઈમેઈલ શુ કામ મારી વીરૂૂધ્ધ કરો છો તેવુ ધમકી ભરી ભાષામાં વાત કરેલી.
જેની મારે કોઈ પોલીસ ફરીયાદ કરવી નથી પણ ભુતકાળમાં મારા પિતાજી ઉપર ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહે જસદણના ઈકબાલ કથીરી પાસે જીવલેણ હુમલો કરાવેલ હતો જે ઈકબાલનો પુત્ર વસીમ તથા આ લાલો રૂૂપારેલીયા બંને ગોડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોડલના સાગરીતો હોય, ભવિષ્યમાં મારા ઉપર કોઈ અનીચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂૂપે આ નોંધ કરવા નમ્ર અરજ છે. યતિશ દેસાઈ ની રજુઆતે સનસનાટી મચાવી છે.
